તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ બિલમાં ફીક્સ ચાર્જ બંધ કરી ECSનો લાભ આપવા માગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વીજ નિયમન પંચની 26મી સ્ટેટ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા ફીક્સ ચાર્જની વસૂલાત વીજ કંપનીઓ બંધ કરે અને ગ્રાહકના બેંક ખાતામાંથી ઇસીએસ યોજનાથી ઓનલાઇન વીજ બિલના નાણા ભરાય જાય તેવી સુવિધા આપવાની રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ રાજ્યના પાટનગરમાં જ પોલ દિઠ નાણા ચૂકવાતા હોવા છતાં સ્ટ્રીટ લાઇટના સતત ધાંધિયા રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે જણાવ્યું કે ગ્રાહકો પર ફીક્સ ચાર્જ ફરજિયાત લાદી દેવામાં આવ્યો હોવાથી વીજળીનો ઉપયોગ કર્યો ના હોય તે પણ વસૂલી કરવામાં આવતાં ગ્રાહકોને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે. કારખાનાઓમાં લાગુ પડે છે, તેમ ઘરેલુ વપરાશ અને નાના ઉદ્યોગોને લાભ આપવો જોઇએ તેવી માગણી જર્ક સમક્ષ મુકવામાં આવી છે. વીજ કંપનીઓની કચેરીમાં જ વીજ જોડાણ માટેનું મટીરિયલ્સ અને મીટર નહીં હોવાના બનાવ બને છે, આ સંજોગોમાં જોડાણ આપવામાં વિલંબ થતો હોવાથી કેબલ, મીટર અને સાધનો ઉપલબ્ધ કરવાની સુચના આપવા કહેવાયું હતું. વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે કોઇ સંવાદ સધાતો નથી.

અન્ય સમાચારો પણ છે...