તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની 194 ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 203 શિક્ષકોની ઘટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાની 194 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિવિધ વિષયોના 203 શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. જોકે શિક્ષકોની ઘટના પર્યાયરૂપે પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની વાલીઓમાં માંગ ઉઠી રહી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સમયાંતરે ભરતી કરવામાં આવે છે. જોકે તેમ છતાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનું જ્યાંથી સંચાલન કરાય છે તેવા રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાની 194 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અલગ અલગ વિષયોના 203 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં રાજ્યની તમામ શાળાઓનું મહેકમ મંગાવવામાં આવે છે. શાળાઓના મહેકમના આધારે જિલ્લાનું મહેકમ નક્કી કરાય છે. મહેકમમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જોવા મળતી શિક્ષકોની ઘટને પુરવા ભરતી થાય તો ઘટની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેવી માંગ વાલીઓમાં ઉઠી રહી છે.

જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગની પ્રવાસી શિક્ષકોની યોજનાની અમલવારી કરી છે. જોકે પ્રવાસી શિક્ષકોની કાયમી નોકરી નહી હોવાથી તેઓની ગેરહાજરી વધુ જોવા મળે છે.

ઉપરાંત લેક્ચર દીઠ નાણાં આપવામાં આવતા હોવાથી પ્રવાસી શિક્ષકોમાં અનિયમિતતા જોવા મ‌ળે છે. આથી વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોને બદલે શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાલીઓમાં માગ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પડેલી શિક્ષકોની ઘટ ભરતીથી પુરાશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો