તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંધશ્રદ્ધા દૂર કરી પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે વ્યવસાય કરવા DDOની અપીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પશુપાલનનો વ્યવસાય આર્થિક રીતે ફાયદારૂપ બને અને પશુપાલકો મહત્તમ ફાયદો થાય તે માટે અંધશ્રદ્ધાને દુર કરીને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય કરવાની પશુપાલકોને અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ શિબીરમાં કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયત તરફથી પશુપાલકોને આપવામાં આવતી સગવડો અંગેની પાણ જાણકારી આપી હતી.

જિલ્લાના પશુપાલકોને સરકારી યોજનાઓ તેમજ વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપતી શિબિર તાજેતરમાં જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ખાતે યોજાઇ હતી. જેમાં આપણો દેશ ઋષિ અને કૃષિનો હોવાથી આધ્યાત્મિકતાની સાથે પશુપાલન કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત પશુપાલકોને અપીલ કરી હતી. વર્તમાન સમયમાં પશુપાલકોને અંધશ્રદ્ધા દુર કરીને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે અપીલ કરવામા આવી હતી. ઉપરાંત પશુપાલકોને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી સગવડ અંગે જાણકારી આપી હતી. જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ ભરતભાઇ પટેલે પશુપાલન બાબતે માહિતી આપ્યા બાદ પશુપાલક હોવાનું ગૌરવ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે સંયુક્ત પશુપાલન નિયામક ડો.એન.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે પશુપાલકોને દૂધના ઉત્પાદનમાં વેલ્યુ એડિશનથી માહિતગાર કર્યા હતા.

પશુ પ્રજનનમાં હાલમાં સેક્સ સોર્ટેડ સીમેન એટલે કે બીજદાન દ્વારા 90 ટકા માદા બચ્ચાનો જન્મ થાય તેની જાણકારી પશુપાલકોને આપી હતી. પશુપાલકોને ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન, પશુ માવજત અને પશુપોષણ અંગેની માહિતી પણ પશુપાલકોને ડો.બી.એસ.પટેલ અને ડો.એસ.આઇ.પટેલે આપી હતી. પશુપાલકોને જાણકારી આપતી શિબિરમાં ઉપસ્થિત પશુપાલકો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પશુપાલન વ્યવસાયની માહિતીના આધારે પશુપાલનનો વ્યવસાય કરવાનું જણાવ્યું હતું.

પશુપાલકોને અંધશ્રદ્ધા છોડીને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરવા જિલ્લા પશુપાલન અધિકારીએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો