તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીયાથી મળેલા 10 લાખના સરકારી અનાજમાં 5 સામે ગુનો નોંધાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીંબડીયાની સીમમાં આવેલા ગોડાઉનમાંથી પકડાયેલા સરકારી અનાજના કેસમાં પાંચ સામે ગુનો નોંધાયો છે. ગત 5 માર્ચે એલસીબી-2એ દરોડો પાડીને 10 લાખથી વધુ કિંમતના અનાજ સહિત 14 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ કૌભાંડમાં સરકારી ગોડાઉનથી કેન્દ્રો પર અનાજ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા ત્રણ શખ્સોની સંડોવણી બહાર આવી હતી.

ગાંધીનગર નાયબ મામલતદાર (પુરવઠા) તરીકે ફરજ બજાવતા કૌશિકભાઈ શિકારીએ આ કૌભાંડ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એલસીબીના દરોડામાં ઘઉંના 869 કટ્ટા, ચોખાના 155 કટ્ટા, ચણાની દાળના 23 કટ્ટા, ખાંડના 5 કટ્ટા અનાજ ઝડપાયું હતું.

તે સમયે સ્થળ પરથી ગોડાઉન ભાડે રાખનાર રાજેશ મનુભાઈ ટાંક (રહે-નોબલનગર) તથા પીકઅપ ગાડીનો ડ્રાઈવર રાજેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર (રહે-પથરામીલની ચાલી,અસારવા) ઝડપાયા હતા. બંને શખ્સોની પૂછપરછમાં અમદાવાદના ત્રણ શખ્સો રાજુ માંગીલાલ તૈલી (પટેલ સોમંથે પાર્ક સોસાયટી, મેઘાણીનગર) માંગીલાલ પ્રેમાજી તૈલી (કૃષ્ણનગર), માંગીલાલ ભેરાજી તૈલી (કલાપીનગર)ના નામ ખૂલ્યા છે. ત્રણેય શખ્સો સરકારી અનાજના વિતરણ માટે 2019-20માં અમદાવાદ શહેરમાં ડોર સ્ટેપ ડિલિવરી પરીવહનની કામગીરીનો ઈજારો ધરાવે છે. જેઓનું કામ ગોડાઉનમાંથી સરકારી અનાજ લઈ સસ્તા અનાજના કેન્દ્રો પર પહોંચાડવાનું છે. જોકે તે સરકારી અનાજની કટકી કરીને બારોબાર લીંબડીયા પહોંચાડતા હતા. જેથી ત્રણેય કોન્ટ્રાક્ટર સહિત પાંચેય શખ્સો સામે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ તથા આઈપીસીની કલમ 406, 409, 420, 114 મુજબ ગુનો નોંધાયો છે. લીંબડીયા ખાતે આવેલું 5 હજાર ચોરસફૂટનું આ ગોડાઉન રાજેશ મનુભાઈ ટાંકે જુલાઈ-2019થી માસિક 50 હજારના ભાડે
રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો