તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના: પરદેશથી જિલ્લામાં આવેલા નવા 35 જણાને નિરીક્ષણમાં રખાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બુધવારે નવા 35 લોકો ઉપરોક્ત દેશોમાંથી પરત આવ્યા હોવાનું ખૂલ્યું

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ અંગે પ્રસિદ્ધ કરેલી ગાઇડ લાઇન મુજબ ઇટાલી, ચાઇના, જાપાન, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, સાઉથ કોરિયા, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને નેપાળ દેશોમાંથી પરત આવેલા લોકોનું સ્ક્રિનીંગ કરાય છે. ઉપરાંત રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા નવા આવેલા લોકોને હોમ ક્વોરનટાઇનમાં રાખવામાં આવે છે. જિલ્લામાં અગાઉ 39 લોકો ઉપરોક્ત દેશોમાં આવ્યા હોવાથી તેમની લેબોરેટરી તપાસ કરીને હોમ ક્વારનટાઇનમાં રાખ્યાનું જિલ્લા આરોગ્ય તંત્રએ
જણાવ્યું છે.

બુધવારે નવા 35 લોકો ઉપરોક્ત દેશોમાંથી પરત આવ્યા હોવાથી તમામ લોકોનું સ્ક્રિનીંગ કરાયું હતું. પરંતુ એકપણ વ્યક્તિમાં શરદી, ખાંસી કે તાવની બિમારી જોવા મળી નથી. ઉપરાંત તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે નહી તેની પણ મેડિકલ તપાસ કરાઇ હતી. પરંતુ ઉપરોક્ત કોઇ જ આરોગ્યલક્ષી તકલીફ જોવા મળી ન હતી. આથી કોરોના વાયરસની ગાઇડ લાઇન મુજબ નવા આવેલા તમામ 35 લોકોને હોમ ક્વારનટાઇનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લામાં અન્ય દેશોમાંથી આવેલા લોકોની સંખ્યા 74 થઇ હોવાનું તંત્રએ જણાવ્યું છે.

અન્ય દેશોમાંથી આવેલા શહેરના કુલ 60 લોકો

કેન્દ્ર સરકારે નિયત કરેલા 12 દેશોમાંથી આવેલા લોકોમાં કોરોના વાયરસ પોઝિટિવ છે કે નહી તેની મેડિકલ તપાસ કરાય છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રહેતા અને નિયત કરેલા 12 દેશોમાંથી આવેલા લોકો અગાઉ 47 હતા. જ્યારે નવા 13 લોકો આવતા કુલ 60 લોકો થયા છે. તમામને હોમ ક્વારનટાઇનમાં રાખાયા છે.

ગાંધીનગર |વિશ્વના 12 દેશમાંથી જિલ્લામાં આવેલા નવા 35 વ્યક્તિની લેબોરેટરી તપાસ કરાઈ છે. આ 35 વ્યક્તિમાં શરદી-ખાંસી કે તાવની બિમારી જોવા નહી મળતા જિલ્લા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે કોરોના વાયરસની ગાઇડલાઇન મુજબ આ તમામ લોકોને હોમ ક્વારનટાઇનમાં રાખવામાં આવશે, મતલબ કે તેમને નિરિક્ષણ હેઠળ રખાશે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો