સહયોગ મંડળ દ્વારા ઠંડાપાણી પરબ શરૂ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓને કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ સહયોગ મંડળ ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવી હતી. સહયોગ મંડળ દ્વારા સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા જરૂરીયાત મંદ દર્દીઓને મફત દવાઓ આપવાનું સેવાકિય કાર્ય છેલ્લા ઘણાં વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. સેવાકાર્યમાં સંસ્થાના બી.પી.પ્રજાપતિ, ડી.એમ.પરમાર, આર.કે.સુથાર, કિરીટસિંહ વાઘેલા, અતુલ બક્ષી, સુકેતુ મહેતા, શૈલેષ ખરાડી તેમજ ગીરીશભાઇ પટેલ સહિત સહયોગ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...