તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાયલ પક્ષીને ભોજન ન આપી હેલ્પલાઈનનો સંપર્ક કરવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન-૨૦૨૦ અંતર્ગત વહીવટી તંત્રએ આજે અને આવતીકાલે નગરજનોને સવારે ૯થી ૫ દરમિયાન જ પતંગ ચગાવવા અનુરોધ કર્યો છે. આ સાથે તંત્ર દ્વારા તુક્કલ ન ચગાવવા, ચાઇનીઝ, સિન્થેટીક કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરવા, ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મુકવા, જાતે સારવાર ન કરવા, પાણી ન રેડવા અનુરોધ કર્યો છે.

કોઇપણ ઇજાગ્રસ્ત પક્ષી ઘ્યાને આવે તો તેને કાંણાવળા પુંઠાના બોક્ષમાં કે બાસ્કેટમાં રાખી તમારા નજીકના કોઇપણ કેન્દ્ર ઉપર લઇ જાવ અથવા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ કે નજીકના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા તંત્ર દ્વારા જણાવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા સર્વે નગરજનોને ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવા, વૃક્ષો, ઇલેકટ્રીક લાઇન કે ટેલીફોન લાઇનથી દૂર પતંગ ચગાવવા, ઘાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરવા પણ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો