પેથાપુર પાલિકાના બોર પરથી કેબલની ચોરી થતા ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચિલોડા પંથકમાં તાજેતરમાં પાંચ જેટલી ગ્રામ પંચાયતના બોરના કેબલો ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં પેથાપુર ખાતે કેબલ ચોરીની ઘટના બની છે.

તરપોજમાં નગરપાલિકાનો ટ્યૂબવેલ આવેલો છે. પાણી છોડવાનું કામ કરતાં અશોકભાઈ બાબુભાઈ પટેલ (રહે-પટેલવાસ, પેથાપુર) ગુરૂવારે સાંજે ટ્યૂબવેલને લોક મારી ઘરે ગયા હતા. શુક્રવારે સવારે સાડાપાંચ વાગ્યે તેઓ આવ્યા ત્યારે સ્ટાટરવાળી ઓરડીથી ટ્યૂબવેલ સુધીનો 25 એમએમનો કેબલ કોઈ કાપી ગયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ પાલિકાના પ્રમુખ રાજેન્દ્રસિંહ વાઘેલા સહિતના લોકોને આ અંગે જાણ કરી હતી. તેઓએ 30 હજારના કેબલની ચોરી અંગે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્યૂબવેલ આસપાસ કોઈ સીસીટીવી ન હોવાથી તસ્કરોએ ચોરી કરી હતી. ત્યારે ચિલોડા પંથકમાં પાંચ ગ્રામ પંચાયતના બોરના વાયરો ચોરનાર ટોળકીએ જ પેથાપુરમાં ચોરી કરી હોવાની શંકા છે.

અન્ય સમાચારો પણ છે...