તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપમાન 3.8 ડિગ્રી ઘટી જતા ઠંડીમાં વધારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત 1 જાન્યુઆરીથી દિવસનું તાપમાન 29 ડિગ્રી અને તેનાથી ઉપર રહ્યું છે, તેના કારણે દિવસ દરમિયાન ઠંડીમાં થોડી રાહત પણ અનુભવાય છે. ત્યારે 5મીએ દિવસનું તપમાન 29.4 ડિગ્રી નોંધાયા પછી 6ઠ્ઠીએ 3.8 ડિગ્રીના કડાકા સાથે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી થતા દિવસ દરમિયાન નગરવાસીઓએ શીત લહેરનો અનુભવ કર્યો હતો.

રાત્રીના તાપમાનમાં સતત બીજા દિવસે ફેરફાર નહીં થતા 9.5 ડિગ્રી ઠંડી નોંધાવાથી કોલ્ડવેવની અસર ઓસરવાના એંધાણ કહી શકાય તેમ નથી. આ સાથે નલીયા બાદ બીજા ક્રમે ગાંધીનગરમાં ઠંડી નોંધાઇ હતી. પરિણામે હજુ ગરમ વસ્ત્રો પહેર્યા વગર રહી શકાય તેવી સ્થિતિ નથી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 72 ટકા અને સાંજે ે 48 ટકા નોંધાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...