ધરણાં-પ્રદર્શનોના બંદોબસ્તમાં ફસાયેલી શહેર પોલીસને ગુના ઉકેલવાનો સમય નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના 2 મર્ડર, 1 લૂંટ વીથ ફાયરિંગ, 5 ઘરફોડના ગુનાની તપાસ ચાલે છે

એક અંદાજ પ્રમાણે પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે 100 પ્રદર્શન-ધરણાં થાય છે. એટલે કહીં શકાય કે દર ત્રીજા-ચોથા દિવસે કોઈને કોઈ ધરણાં થાય છે.

આ સાથે મહાત્મા મંદિરમાં યોજાતા કાર્યક્રમો, રાજભવનમાં આવતા મહેમાનો, રાજ્યપાલ, સીએમની મુવમેન્ટ વખતે પોલીસને ખડેપગે રહેવું પડે છે. ત્યારે ગાંધીનગરમાં આ બધાની અસર પોલીસની રૂટિન કામગીરી પર પડી રહી છે. ગાંધીનગર તાલુકામાં 2 મર્ડર, 1 લૂંટ વીથ ફાયરિંગ, પાંચેક જેટલી ઘરફોડ સહિતના અનેક ગુના ઉકેલવા માટે જિલ્લા પોલીસ મથી રહી છે. પરંતુ વચ્ચે-વચ્ચે આવી જતા બંદોબસ્તમાં પુરતુ ધ્યાન આપી ન શકાતું હોવાની લાગણી અંદરખાને વ્યાપી છે.

બીજી તરફ બંદોબસ્તની વ્યસ્તતાને કારણે પોલીસ અરજદારોને પણ સમય આપી શકતા નથી. આ સમસ્યાને જોતા અગાઉના બજેટોમાં ગાંધીનગરમાં માત્ર બંદોબસ્ત-સુરક્ષા માટે અલગ પોલીસ મહેકમની જોગવાઈ કરવામાં આવી હતી.

‘અમારા હક માટે લડતાં લોકોને અમારે જ હટાવવાની ફરજ પડે છે’

પોલીસની અવદશા પર હાલ સોશિયલ મીડિયામાં 650 શબ્દોનો એક મેસેજ વાયરલ થયો છે. ગુજરાત પોલીસની દશા કોણ બતાવશે? કોઇ પણ તહેવારમાં, VIP બંદોબસ્તમાં, કોઇ પણ પ્રકારના બનાવમાં પોલીસ પહેલાં હોઇ છે. વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના હક્ક માટે આંદોલન કરે છે. પોલીસ કોઇ આંદોલન કે ધરણા નથી કરી શકતી. પોલીસ માટે કોઇ પોલીસ મિત્ર આંદોલન કે ધરણાં કરે તો ખૂદ પોલીસ જ આવા લોકોને આંદોલન સ્થળેથી ઉપાડી અટકાયત કરે છે.

ગાંધીનગર | રાજ્યભરમાંથી પોતાના પ્રશ્નો કે રજૂઆતો લઈને છાશવારે કોઈને કોઈ ગાંધીનગર પહોંચતું હોય છે. જેને પગલે ગાંધીનગરની ભૂમિ જાણે કે આંદોલન-ધરણાંની ભૂમિ બની ગઈ છે. એક માગણી સાથેના ધરણાં પૂરા થયા ન હોય ત્યાં બીજી માંગણી સાથે બીજું કોઈ જૂથ કે સમાજ ધરણાં પર બેસી જાય છે. હાલમાં પણ ગાંધીનગર ખાતે ચાર પ્રદર્શનો થઈ રહ્યા છે. તો બીજી તરફ પાટનગર હોવાથી કોઈને કોઈ વીઆઈપી મુવમેન્ટ પણ ચાલતી જ રહે છે.


અન્ય સમાચારો પણ છે...