તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કૃતિ કુંજ જોવા ગયેલા ચેતક કમાન્ડોનું બાઈક ચોરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર ઈન્દ્રોડા પાસે સંસ્કૃતિ કુંજ સામેથી ચેતક કમાન્ડો તરીકે ફરજ બજાવતા એસઆરપી જવાનનું બાઈક ચોરાયું છે.

સેક્ટર-21માં રહેતો જવાન સંસ્કૃતિ કુંજમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા માટે ગયો હતો ત્યારે આ ચોરીની ઘટના બની છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સેક્ટર-21માં રહેતાં એસઆરપી જવાન રાજુભા ઘેલુભા જાડેજા હાલ ડેપ્યુડેશન પર ચેતક કમાન્ડો તરીકે ફરજ બજાવે છે.

24મીએ તેઓ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈને સરીતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ જોવા માટે ગયાહતા.

રાત્રે આઠ વાગ્યે ગેટની સામે પાણીની ટાંકી પાસેના ગરનાળા પર બાઈક પાર્ક કરીને તેઓ સાંસ્કૃતિક પ્રોગ્રામો જોઈને રાત્રે 10 વાગ્યે પરત ફર્યા હતા. તે સમયે તેમણે પાર્ક કરેલું તેમનું બાઈક ગૂમ હતું.આ રીતે શહેરમાં હજુ પણ બાઈકની ચોરીઓ થઈ રહી છે.

બે દિવસ સુધી બાઈક શોધખોળ કરવા છતાં બાઈક ન મળતા તેમણે મંગળવારે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો