ભત્રીજાને છોડાવવા ગયેલા યુવક પર ચપ્પાથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઠા ગામે દંતાણી વાસમાં રહેતાં ખોડાભાઈ જીવણભાઈ દંતાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બાજુમાં ભત્રીજો શૈલેષભાઈ પોપટભાઈ દંતાણી રહે છે. તેઓ સાંજે તેઓ ઘરે હતા ત્યારે ભત્રીજાના ઘરે ભીખાભાઈ ચતુરભાઈ દંતાણી તથા તેમનો દીકરો ભગાભાઈ આવ્યા હતા. જેઓએ પાંચ હજાર રૂપિયા માંગતા શૈલેષે હાલ પૈસાની સગવડ ન હોવાનું કહ્યું હતું.

જેથી પિતા-પુત્ર તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ સમયે ફરિયાદી વચ્ચે પડતાં પિતા-પુત્રએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. જે બાદ ભીખાભાઈએ તેમને પકડી રાખ્યા હતા અને ભગાભાઈએ ગળા પર ચપ્પુ માર્યું હતું. લોકો આવી જતા બંને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...