તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચંદ્રાલા પાસે દારૂ લઈને આવતો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદ્રાલા નાકા પોઈન્ટ પર લક્ઝરીમાંથી દારૂની 12 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો છે. ચિલોડા પોલીસનો સ્ટાફ બુધવારે સાંજે વાહન ચેકિંગમાં હતો ત્યારે એક પ્રાઈવેટ લક્ઝરી બસમાંથી થોડાક પેસેન્જર નીચે ઉતર્યા હતા. જેમાંથી એક શખ્સના હાથમાં કાળી બેગ હતી જે જવા લાગતા તેના પર શંકા પોલીસે તેને રોક્યો હતો. પોલીસે બેક ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂની 12 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 4800ની કિંમતની દારૂની બોટલો સાથે રાજસ્થાનના ડુંગરપુરના પેલેસ બાબુલાલ માણી (25 વર્ષ)ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને તે દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર એલસીબીએ સે-30માંથી દારૂની ચાર બોટલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. કોન્સ્ટેબલ સુરેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે સે-30થી અક્ષરધામ જવાના રસ્તા પરથી બાઈક પર બેઠેલા યુવકને ઝડપી લીધો હતો. એલસીબીએ સે-21 છ ટાઈપમાં રહેતાં ધવલકુમાર રામાભાઈ કટારા (25 વર્ષ) પાસેની બેગ ચેક કરતાં તેમાં વિદેશી દારૂની ચાર બોટલ મળી આવી હતી. પોલીસે 1600ની દારૂની બોટલો અને 20 હજારનું બાઈક મળી 21600નો મુદ્દામાલ જપ્ત કરી યુવક સામે સે-21 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...