તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગરમાં છાંટા સાથે પવન ફૂંકાવાથી આંધીનો માહોલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના જબરા બદલાવની અસર સાંજે 5 વાગ્યાના અરસામાં પાટનગર સુધી આવી હતી. વાતાવરણ પલ્ટો સોમવારથી જ જોવાયો હતો અને મંગળવારે સવારથી ધૂમ્મસ જેવા માહોલ બાદ દિવસભર 12થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. પરિણામે વાતાવરણ ઠંડુ પડતુ રહ્યું હતુ અને સાંજે 5 વાગ્યાના અરસામાં 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા આખુ નગર આંધી ચઢી હોય તેમ ધુળની ડમરીઓની ચપેટમાં આવી ગયું હતુ.

સામાન્ય છાંટા પણ વિવિધ સેક્ટરમાં પડ્યા હતા. પવનો ફૂંકાવાના કારણે ઝુંપડાના મિણીયા ઉડવા સાથે ઝાડ પડવાના અને વિશેષ તો મોટા વૃક્ષોની ડાળીઓ તૂટી પડવાના બનાવ બન્યા હતા. રસ્તા પર વાહનો થંભી ગયા હતા. મંગળવારે દિવસના તાપમાનમાં 7.4 ડિગ્રીનો ઘટાડો થવા સાથે પારો નીચે ઉતરીને 24.8 ડિગ્રી પર આવી ગયો હતો. જ્યારે રાત્રીનું તાપમાન 3.8 ડિગ્રીના વધારા સાથે 17.8 ડિગ્રી નોંધાયુ હતુ. દિવસનું તાપમાન ઘટતા એકાદ બે દિવસ ઠંડીનો ચમકારો અનુભવાશે. કેમ કે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. સવારે 77 ટકા ભેજ નોંધાયા પછી સાંજે ઘટીને પણ ભેજનું પ્રમાણ 59 ટકા જેવું ઉંચુ નોંધાયુ હતુ.

સાંજે 5 વાગ્યાના અરસામાં 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતાં આખું નગર ધૂળની ડમરીઓની ચપેટમાં આવી ગયું હતું
શહેરમાં ચારે તરફ ધૂળની ડમરીઓ ફેલાતા વાહનચાલકોને લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી -કલ્પેશ ભટ્ટ

કલોલના વાતાવરણમાં પલટો: આંધી જેવાં દૃશ્યો
કલોલ શહેરમાં સાંજે વાતાવરણમાં એકા એક જ પલટો આવ્યો હતો. જેમાં વાદળછાયા વાતાવરણથી વરસાદી માહોલના દ્રશ્ય તેમજ પવન ફૂંકાવાથી ડમરીઓ ચઢતા જાણે આંધી આવી હોય તેવુ ધૂંધળુ વાતાવરણ થઇ ગયુ હતું.

લીંબોદ્રામાં ભારે પવન ફૂંકવાને કારણે દુકાનના પતરા ઉડ્યા.

માણસા

કલોલ

માણસાને પણ મિનિ વાવાઝોડાએ ધમરોળ્યું
માણસા પંથકમાં આશરે ૨૦ મિનિટ પવન ફૂંકાયા બાદ વરસાદનું ઝાપટું પડવા સાથે વાતાવરણ શાંત પડ્યું હતું. રાજપુરા, ધોળાકુવા અને લીંબોદરાના રસ્તામાં કેટલાક ઝાડ પડી ગયા હતા. પરંતુ તંત્ર દ્વારા તેને સત્વરે હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. પલટાયેલા વાતાવરણના કારણે કોઈ દુર્ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા વીજપુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો હતો.

દહેગામમાં ધૂળની ડમરી સાથે હવામાન પલટાયું
દહેગામમાં સાંજે આકાશમાં વાદળો ઘેરાવા સાથે વાતાવરણ ઠંડુગાર બનવાની સાથે ચોમાસા જેવું વાતાવરણ બન્યુ હતુ. જેનાથી માવઠા તેમજ ઠંડીના ચમકારાની શક્યતાઓ છે. માવઠું થવાની ભીતિ ના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો