તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાનુકૂળ વાતાવરણથી 40થી 85 મીમી કદના બટાટાનું પ્રમાણ વધ્યું: નાની સાઈઝના ઘટશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સતત એક માસ સુધી ઠંડીની જમાવટ રહેતા ચાલુ વર્ષે 40થી લઇને 80 મીલીમીટરના બટાટાનું પ્રમાણ સવિશેષ રહેવાથી ખે઼઼ડૂતોને યોગ્ય ભાવ મળશે. નાના બટાટાનું પ્રમાણ 10થી 15 ટકા જ રહેશે. જે સામાન્ય વાતાવરણમાં 30 ટકા જેટલું પ્રમાણ રહેતુ હોય છે.

નબળા ચોમાસા બાદ શિયાળાએ રંગ રાખતા શિયાળું પાક માટે સાનુકૂળ વાતાવરણ રહ્યુ હતુ. આથી કિસાનોની અપેક્ષા કરતા શિયાળુ પાકનું ઉત્પાદન સામાન્ય કરતા વધારે રહેવાની પૂરે પૂરી શક્યતા છે. ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ 9613 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. ત્યારે બટાટાની સાઇઝમાં વધારો થવાથી તેનો સીધો આર્થિક ફાયદો ખેડૂતોને થશે.

ફેવરેબલ વાતાવરણને પગલે ધરતીપૂત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે પ્રતિ હેક્ટરે બટાટાનું ઉત્પાદન 27237 કિલો સુધી થઇ શકે છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

ચાલુ વર્ષે બટાટાનું ઉત્પાદનમાં 20 ટકાનો વધારો થવાની શક્યતા છે. તેની સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બટાટાના પોષણક્ષમ ભાવો આપે તેવી માંગણી અત્યારથી જ ખેડુતોએ કરી છે.તેથી ખેડૂતોમા પણ હાલ સારા ભાવની આશા છે.

ખેડૂતોને મોટા કદના બટાટાનો ભાવ સારો મળી રહે છે
બટાટાની સાઇઝના આધારે ભાવ નક્કી થાય છે. જેમાં જો બટાટાની સાઇઝ 40થી 85 મી.મી. જેટલી હોય તો તેનો ભાવ ઉંચો આવે છે. તેનાથી વધારે સાઇઝવાળા બટાટા બજારમાં વેચાય છે.

તાલુકાવાર બટાટાનું વાવેતર

તાલુકા વાવેતર બટાટાનું હેક્ટર કિલો
કલોલ 553 15062061

માણસા 2117 57660729

ગાંધીનગર 2558 69672246

દહેગામ 4385 119434245

કુલ 9613 261829281

એકધારા તાપમાનથી 24 કલાકમાં એક ટનનો વધારો થાય
વાવેતરના 55 દિવસ પછી તાપમાન રાત્રે 15થી 20 ડીગ્રી અને દિવસે 25થી 30 ડીગ્રી રહે તો 24 કલાકમાં પ્રતિ હેક્ટરે બટાટાના વજનમાં 1 ટનનો વધારો થાય તેમ ખેડૂત શાંતિભાઇ પટેલે જણાવ્યું છે.

દિવસ અને રાત્રીના તાપમાનમાં 15 ડીગ્રીનો તફાવત જરૂરી
બટાટાનું વાવેતર કર્યા બાદ રાત્રીનું તાપમાન 20 ડીગ્રીથી નીચે અને દિવસનું 30 ડીગ્રીથી નીચે હોય તો બટાટાનું ઉત્પાદન સારૂ થાય તેમ ખેતીવાડી અધિકારી ડી પી જાદવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો