તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનનો આજથી પ્રારંભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા અંતિમ ચરણોમાં ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી તારીખ 19મીના ગુરૂવારથી રાજ્યના 389 સેન્ટરોમાં શરૂ કરવામાં આવશે. ઉત્તરવહિના મૂલ્યાંકન માટે ધોરણ-10ના અને ધોરણ-12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના અલગ અલગ વિષયના કુલ 54000 શિક્ષકોને રોકવામાં આવ્યા છે.

ધોરણ-10 અ્ને ધોરણ-12ની પરીક્ષા અંતિમ ચરણોમાં છે. ત્યારે વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી તારીખ 19 શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ધોરણ-10ના પેપર એનસીઇઆરટી અભ્યાસક્રમ મુજબ લેવાયા હોવાથી કુલ 80 ગુણનું હતું. આથી જે ગત વર્ષે માત્ર 50 ગુણના પેપરની સામે ચાલુ વર્ષે 80 ગુણના પેપરનું મૂલ્યાંકન કરવાનું હોવાથી વધારે શિક્ષકોની જરૂરીયાત ઉભી થઇ છે. આથી ધોરણ-10ના ગુજરાતી, વિજ્ઞાન અને ટેકનોલોજી સહિતના વિષયના મૂલ્યાંકનની કામગીરી બે તબક્કામાં યોજાશે. ઉત્તરવહીના મૂલ્યાંકન માટે ધોરણ-10ના વિવિધ વિષયના 20 હજાર શિક્ષકોને ઓર્ડર કરાયા છે. જેમાંથી ઉત્તરવહિના મૂલ્યાંંકનની કામગીરી માટે 15 હજાર શિક્ષકોની જરૂર પડશે.ઉત્તરવહીના મૂલ્યાંકન માટે સીસી કેમેરાવાળા કુલ 162 કેન્દ્રો બનાવાયા છે. ધો-12 સાયન્સના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી સીસી કેમેરાથી સજ્જ 57 કેન્દ્રોમાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...