તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલવા ચોકડી નજીકથી દેશી દારૂના 20 કટ્ટા સાથે એક ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાલવા ચોકડીથી ગાંધીનગર તરફ જતી ફોક્સ વેગન ગાડીમાં દેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પેથાપુર પોલીસે રાંધેજા ફાટક પાસેથી ગાડીને પકડી પાડી હતી. લક્ઝુરીયસ ગાડીમાંથી દેશી દારૂના 20 કટ્ટાઓની સાથે ચાલકની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેશી દારૂને જીજે-1-કેક્યુ-8060 નંબરની ફોક્સવેગન ગાડીમાં લઇ જવામાં આવી રહ્યો છે. આ ગાડી બાલવા ચોકડીથી ગાંધીનગર તરફ આવી રહી હોવાની બાતમી પેથાપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.જી.એનુરકારને મળી હતી. બાતમીને પગલે પીએસઆઇ પોલીસ સ્ટાફ સાથે રાંધેજા ફાટક પાસે એક મોબાઇલ અને પીસીઆર વાન સાથે વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમી આપેલ નંબરની જીજે-1-કેક્યુ-8060 નંબરની ફોક્સવેગન ગાડી ત્યાંથી પસાર થઇ હતી. આથી પોલીસે તેને ઉભી રાખીને ગાડીમાં તપાસ કરતા દેશી દારૂના કુલ-20 કટ્ટા મળી આવ્યા હતા. રૂપિયા 15200 કિંમતનો 760 લીટર દેશી દારૂની સાથે ગાડીના ચાલકની ધરપકડ કરીને પોલીસે પુછપરછ કરી હતી. જેમાં ગાડીના ચાલકનું નામ પ્રવીણભાઇ નાનારામ સોનવણે રહે.મદ્રાસીની ચાલી, સેન્ટ્રલ જેલ રોડ, સુભાષબ્રીજ, અમદાવાદ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

અનુસંધાન પાના નં. 2...

લક્ઝુરિયસ ફોક્સવેગન...

દેશી દારૂ તેમજ ગાડીના ચાલકની પાસેથી રૂપિયા 3000 કિંમતનો એક મોબાઇલ, રૂપિયા 2.50 લાખની ફોક્સવેગન ગાડી સહિત કુલ રૂપિયા 2.68 લાખથી વધુની મત્તા જપ્ત લઇને ગાડીના ચાલકની વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો