તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોજા ગામની સ્કૂલમાં ટકાઉ ઉર્જાની આવશ્યક્તા વિશે જાગૃત અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કલોલ તાલુકાની શેઠ એચ.એમ.સાર્વજનિક હાઈસ્કૂલ, સોજાના ઉપક્રમે ટકાઉ ઊર્જા ની આવશ્યકતા અને અનિવાર્યતા વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શાળાના બાલ ઊર્જા રક્ષક દળ અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અભિયાન અંતર્ગત વિડીયો પ્રદર્શન-નિદર્શનનું આયોજન કરાયુ હતું.નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના અનિલભાઈ પટેલ દ્વારા ઊર્જા, ઊર્જાના પ્રકારો- સ્વરૂપો-સ્ત્રોતો, ઊર્જાનો રોજીંદા જીવનમાં ઉપયોગ,પરંપરાગત ઊર્જા-સ્ત્રોતનો કરકસરયુક્ત ઉપયોગ,વીજ બચતનું મહત્વ,ઊર્જા કટોકટી અને તેનું નિવારણવગેરે મુદાઓની વિગતે છણાવટ કરી હતી. બાળકો ઊર્જાની બચત-સુરક્ષા-જતન-રક્ષણ-સંવર્ધન-વિવર્ધન અંગે સજાગ બને અને આવનારા ભવિષ્યને ઉજ્જ્વળ બનાવે તેવા ઉમદા ઉદ્દેશથી આ ભગીરથ કાર્ય અમલમાં મૂકવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...