તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL મેચ પર સટ્ટો રમતો યુવક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં આઈપીએલ સટ્ટાના ગરમ બજાર વચ્ચે સે-21માં ખુલ્લા પાર્કિંગમાંથી સટ્ટો રમતા શખ્સ ઝડપાયો છે. સે-21 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિકુમારે રાત્રે દરોડો પાડતા મોબાઈલ એપ્લિકેશન પર ચેન્નઈ સુપરકીંગ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમતો શખ્સ રંગેહાથ ઝડપાયો હતો. સટ્ટો રમતા પકડાયેલો યુવક વિશાલ બલવાની (રહે: પ્લોટ નં-17/197 સહયોગ એપાર્ટમેન્ટ સે-24) પાસેથી પોલીસે એક ફોન, 900 રોકડા મળી કુલ 3900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પ્રાથમિક પુછપરછમાં આરોપી કોઈ બસીર નામના શખ્સ પાસે સટ્ટો લખાવતો હતો. જેને પગલે પોલીસે વિશાલ સામે ગુનો નોંધીને સટ્ટાનું કટિંગ લેતા બસીરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...