તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસિ. સરકારી વકીલોની ભરતી અટકી જતાં PM તેમજ CMને રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | તાલુકાની કોર્ટમાં 554 આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સની ખાલી જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં લેખિત તેમજ મૌખિક પરીક્ષા બાદ મેરીટ યાદી તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરી દેવા છતાં ભરતી કામગીરી નહી થતા ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે.

પ્રમાણપત્રોની ચકાસણી છતાં ભરતી ન થતા ઉમેદવારોમાં ભારે આક્રોશ
ભરતી કરવાની માંગણી સાથે ઉમેદવારોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

રાજ્યભરમાં આવેલી તાલુકાકક્ષાની કોર્ટોમાં ખાલી પડેલી મદદનીશ સરકારી વકીલોની કુલ 554 જગ્યાઓની ભરતી માટે જીપીએસસી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર્સ ભરતીને પગલે લેખિત તેમજ મૌખિક પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની નિમણુંકની કામગીરી હાથ ધરવા જીપીએસસીએ યાદી લીગલ ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવી હતી. ઉપરાંત ઉતીર્ણ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી સહિતની કામગીરીને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો હતો. તેમ છતાં મદદનીશ સરકારી વકીલની ભરતી કરવામાં નહી આવતા ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે.

તાલુકાની કોર્ટોમાં ભરવાની મદદનીશ સરકારી વકીલની જગ્યાઓ ભરતીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાંથી લીગલ ડિપાર્ટમેન્ટે નક્કી કરેલા 425 માંથી 374 ઉમેદવારોના પ્રમાણપત્રોની પણ ચકાસણી કરી દેવામાં આવી છે. તેમ છતાં વર્ષ-2013માં ભરતીની જાહેરાત કર્યાને પાંચ વર્ષ વિતી જવા છતાં મદદનીશ સરકારી વકીલની ભરતી કરવામાં નહી આવતા ઉમેદવારોમાં રોષ ઉઠવા પામ્યો છે.

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સની અટકી પડેલી ભરતીની કામગીરીને શરૂ કરવા માટે ઉમેદવારોએ મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનને લેખિત રજૂઆત કરી આ મામલે તમામને યોગ્ય ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત કરી હોવાનું ઉમેદવારોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...