રાયપુર પાસે કાર બાંકડામાં ઘૂસી જતા 1.17 લાખનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરઢોલ પાટીયા પાસે કારનો અકસ્માત થતા દારૂનો જથ્થો ઝડપાયો છે. શનિવારે સવારે રાયપુર જવાના રોડના નામે પડેલા બાંકડા અને બોર્ડ સાથે અથડાયેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી ડભોડા ડી સ્ટાફના વિશાલસિંહને મળી હતી. જેના આધારે પોલીસે પહોંચીને તપાસ કરતાં સફેદ સેવરોલેટ કાર પડેલી હતી. જોકે, કારની આસપાસ કોઈ હતુ નહીં, પોલીસે તપાસ કરતાં ડેકીમાંથી દારૂની 294 બોટલો મળી હતી. જેને પગલે 1,17,600ના દારૂનો જથ્થો અને બે લાખની કિંમતની કાર જપ્ત કરીને ગુનો નોંધ્યો હતો. કેસમાં ડભોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. આર. રાઠોડે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ પાસિંગની આ કારમાંથી રાજસ્થાન પાસિંગની નંબર પ્લેટ મળી આવી છે જેનો નંબર RJ-27-CB-9369 છે. જેને પગલે પોલીસને શંકા છે નંબરપ્લેટ બદલીને રાજસ્થાનથી આ દારૂનો જથ્થો લવાયો હોવો જોઈએ.પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદ પાસિંગની આ કાર કોઈ યોગેન્દ્રસિંહના નામ પર છે.

અન્ય સમાચારો પણ છે...