તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરમાં અર્બુદા અતિથિ ભવનનું નિર્માણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી જનરેશનને જીવનમાં ઉચ્ચસ્થાન હાંસલ કરવું હોય તો વિચારની નવી દ્દષ્ટ્રી કેળવવી પડશે. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે નિવાસની સમસ્યાના ઉકેલ માટે ચૌધરી સમાજે રૂપિયા 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત અર્બુદા અતિથિ ભવનના ઉદ્દઘાટન પ્રસંગે પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું.

વર્તમાન યુવાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના જીવનમાં પ્રગતિ કરી રહ્યો છે. જોકે વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં જીવનમાં ઉચ્ચ શિખરે પહોંચવા માટે યુવાનોએ પોતાના વિચારની દ્દષ્ટ્રી નવી કેળવવી પડશે તેમ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી નવીન અર્બુદા અતિથિ ભવનના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું. ઉપરાંત ગાંધીનગર બહારગામથી આવતા સમાજના બંધુઓ માટે નિવાસની વ્યવસ્થા વર્ષો પછી પૂર્ણ થઇ છે. સમાજના યુવાનો શિક્ષણ, રમત ગમત, ઉદ્યોગ અને વેપાર સહિતના અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રગતિ અને પરિણામો હાંસલ કરવા સમાજના યુવાનોને આહવાન કર્યું હતું. આગામી સમયમાં વિદ્યાર્થીઓ અને સામાજિક પ્રસંગોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિશાળ સંકુલનું નિર્માણ કરાયું છે. સમાજના વિઘાર્થીઓ અને કારકિર્દીના ઘડતર માટે ગાંધીનગરમાં સ્પર્ઘાત્મક પરીક્ષાના કોચીંગ માટે આવતા ઉમેદવારો માટે ભવિષ્યમાં વઘુ સારી સુવિઘા સાથે વિશાળ જગ્યામાં અનેક સુવિઘા ઘરાવતા ભવનનું નિર્માણ દાતાઓના સહયોગથી હાથ ઘરાશે, તેવી આશા સમાજના પ્રમુખ કનુભાઇ ડી.ચૌધરીએ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-૧ના અઘિકારીઓ, ર્ડાકટર તથા અર્બુદા અતિથિ ભવનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના મહામંત્રી સતીષભાઇ ચૌઘરીએ આભારવિઘિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો