તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી ચોરેલું એક્ટિવા મૂકી બીજુ ઉઠાવનારો ચોર ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રીઢા વાહન ચોરને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધો છે. અમદાવાદથી બે દિવસ પહેલાં જ ચોરેલું એક્ટિવા મૂકીને સે-6 તિબેટિયન બજાર સામેથી બીજુ એક્ટિવા ઉઠાવનારા શખ્સને ગણતરીના કલાકોમાં જ એલસીબીએ દબોચી લઈને બે એક્ટિવા અને આઈફોન મળી 90 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં પીએસઆઈ ડી. એસ. રાઓલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલો શખ્સ આરટીઓ પાસે એક્ટિવા સાથે ફરે છે. જેના આધારે એલસીબીએ તુષાર મહેન્દ્રભાઈ પટેલ (40 વર્ષ, રહે સી-401, શુકલ ગોલ્ડ, એપાર્ટમેન્ટ, ગોતા)ને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલાં એક્ટિવા GJ-18-AS-9308 અંગે આધાર પુરાવા માંગતા મળ્યા ન હતા.

એક્ટિવાની ડેકીમાં એક આઈફોન પણ મળી આવ્યો હતો બાદમાં તેની પૂછપરછ કરતાં તેણે રવિવારે 11 વાગ્યાના સુમારે જ સે-6 તિબેટિયન મા્ર્કેટ સામેથી એક્ટિવા ચોર્યું હોવાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેણે 9 જાન્યુઆરીએ બાપુનગરની કાકડીયા હોસ્પિટલથી એક એક્ટિવાની ચોરી કરી હતી જે એક્ટિવા ગાંધીનગર તિબેટિયન બજાર પાસે મૂકીને તેણે બીજુ એક્ટિવા ઉઠાવ્યુ હતુ.

એલસીબીએ સે-6 ખાતે જઈને બીજું એક્ટિવા GJ-01-PS-8783 જપ્ત કર્યું હતું. આરોપી વાહન ચોરીનો રીઢો ગુનેગાર છે. તેની વિરૂદ્ધ અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો વસ્ત્રાપુર, સાબરમતી, ચાંદખેડા, ગુજરાત યુનિવર્સિટી ખાતે ફોરવ્હીલ તેમજ ટુવ્હીલ ચોરીના ગુના નોંધાયેલા છે.હાલ આ અંગે તેની તપાસ ચાલી રહી છે.

રીઢા વાહન ચોરને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો