તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સે-25ના વેપારીના અપહરણ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેક્ટર-25 ખાતે 4 માર્ચે વેપારીના થયેલા અપહરણ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. પોલીસે ભાવનગરમાં કુંભારવાડાની ગોપાલ સોસાયટીમાં રહેતાં આરોપી ભરત જીણાભાઈ જમોડને ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના 24મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 14 માર્ચે પોલીસે આ કેસમાં ખીમાજી ઉર્ફે પીન્ટુ મુળાજી મારવાડી, પ્રશાંત રમેશચંદ્ર શ્રીમાળી, સરફરાઝ ઉર્ફે સીરાઝખાન નયાઝખાન પઠાણ, હરેશ ભગવાનભાઈ શીયાળને ઝડપી લીધા હતા. જે આરોપીઓ 20મી સુધી રિમાન્ડ પર છે. પાંચેય આરોપીઓની પોલીસે ઊંડાણપૂવર્ક પૂછપરછ આદરીને અપહરણનો મુખ્ય હેતુ અને મુખ્ય સુત્રધારા ગણાતા હિરેન સોલંકીની ભાળ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા છે. તો બીજી તરફ અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર કાર બાવળા પાસેથી બીનવારસી હાલતમાં મળી આવી હતી. આ બનાવમા વધુ વિગતો મેળવવા માટે પોલીસે આરોપીની તપાસ હાથ ઘરી છે.

2010માં ભાવનગરમાં શીપબ્રેકરનું અપહરણ કર્યું હોવાનુ બહાર આવ્યું

2010માં ભાવનગરમાં થયેલા શીપબ્રેકરના અપહરણ કેસમાં પણ આરોપી ભરત જમોડ સામેલ હતો. ભાવનગરના ડોનચોક વિસ્તારમાં રહેતા શિપબ્રેકર અશોકભાઈ પરશોત્તમભાઈ ગુપ્તાનું 1-6-2010નાં રોજ અપહરણ થતું હતું. જેમાં આરોપીઓ ભરત જીણાભાઈ જમોડ સહિત સાત શખ્સો અપહરણ બાદ લૂંટ કરીને ભાગી ગયા હતા. જે કેસમાં 2016માં કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે આ કેસમાં સજા કાપી રહેલો ભરત જમોડ એક વર્ષ પહેલાં જ પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો.
અન્ય સમાચારો પણ છે...