તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેકાવાડા ગામમાં મંદબુદ્ધિના યુવકની હત્યાનો પ્રયાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લેકાવાડા ગામે હત્યાના પ્રયાસની ઘટના બની છે. જેમાં 35 વર્ષીય આધેડ સાધારણ મંદબુદ્ધિ હતો જેને ગામના શખ્સે માથામાં કોઈ હથિયાર મારતા તેને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલમાં સારવાર ખસેડાયો છે. જે અંગે ઘાયલની બહેન ગામના શખ્સ સામે આક્ષેપ કરીને ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેકાવાડા નીચા‌વાળો વાસમાં રહેતાં વિણાબા વરવાજી વાઘેલા (60 વર્ષ)એ ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના માતા-પિતા ગામમાં અલગ રહે છે, ફરિયાદીનો 35 વર્ષીય ભાઈ ભરતસિંહ છે, જે સાધારણ મંદબુદ્ધિનો હોવાથી તેના લગ્ન કરાવાયા નથી. શનિવારે અગિયાર વાગે ફરિયાદી પર ગામના લાલભાઈ ઉર્ફે જીતેન્દ્રસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે તેમના ભાઈ ભરતસિંહને લેકાવાડા પાટિયા પાસે કોઈએ માથામાં કંઈક મારેલ છે અને માથામાંથી લોહી નીકળે છે. તેઓ ઘરે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે પોતાના ભાઈને અમદાવાદ સિવિલ લઈ જવાયો છે. જેથી અમદાવાદ સિવિલ પહોંચ્યા તો ભાઈ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ જોવા મળ્યો હતો.

ફરિયાદીના આક્ષેપ પ્રમાણે તેમના ગામના જુહાજી ચતુરજી ઠાકોરે કોઈપણ કારણોસર કોઈપણ હથિયારથી ઘા મારીને મોત નિપજાવવાનો પ્રયાસ કર્યો છે. જેથી તેઓએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. હાલમા આ બનાવ બાદ ભારે ચકચાર વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો