તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોટો વાઈરલ કરવાની ધમકી સાથે બગીચામાં બેઠેલી યુવતી પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શહેરના સેક્ટર-2ના બગીચામાં યુવતી પર હુમલાની ઘટના બની છે, યુવતી તેના સાથી કર્મચારી સાથે સાંજે બગીચામાં બેઠી હતી ત્યારે તેની સાથે પહેલાં કામ કામ કરી ચૂકેલો અમદાવાદનાે શખ્સ તેના મિત્ર સાથે ત્યાં આવી ચઢ્યો હતો અને ‘તે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ’ તેમ કહીં બંને પર હુમલો કર્યો હતો.

યુવતી સાથે અગાઉ કામ કરતાં નરોડાના શખ્સ સહિત બે સામે ફરિયાદ
બંને હુમલાખોરોએ યુવક-યુવતીને મારમારી જાતીવિષયક અપમાન જનક શબ્દો કહીં પર્સ-મોબાઈલ ઝુંટવી લેતા આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સેક્ટર-2માં રહેતી 32 વર્ષીય યુવતી ઈન્ફોસિટી વિસ્તારમાં એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે. શુક્રવારે સાંજે તે પોતાના સાથી કર્મચારી ભાવેશ સાથે સેક્ટર-2ના બગીચામાં બેઠી હતી.

સાંજે 7.30 વાગ્યાના સુમારે યુવતી અગાઉ સે-25માં નોકરી કરતી હતી ત્યાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો તે નરોડાનો દિલીપસિંહ સિસોસદીયા તેના મિત્રો સાથે ત્યાં આવી ચઢ્યો હતો.અને બાદમાં તેણે યુવતી સાથે બેઠેલા ભાવેશ પર હુમલો કરી દીધો હતો જેને પગલે વચ્ચે પડેલી યુવતી પર દિલીપ સાથે આવેલા અજાણ્યા શખ્સે દંડા વડે હુમલો કરી દીધો હતો. મારામારી દરમિયાન હુમલાખોર દિલીપે ‘તે મારી જિંદગી બરબાદ કરી નાખી, હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ’ જેવા શબ્દો સાથે જાતીવિષયક અપમાનજનક શબ્દો બોલી રહ્યો હતો.

દિલીપે યુવતીને ધમકી આપી હતી કે ‘તારા ફોટો મારી પાસે છે તેને વાઈરલ કરી દઈશ’ યુવતીએ આવા શબ્દો બોલવાનું ના પાડતા દિલીપે યુવતીનું પર્સ ઝુંટવી લીધુ હતું જેમાં બે મોબાઈલ હતા. જ્યારે અજાણ્યા શખ્સે ભાવેશનો મોબાઈલ ઝુંટવી ફરાર થઈ ગયા હતા.

બંને ફરિયાદીને પોલીસે હોસ્પિટલ ખસેડ્યા
આ હુમલાની ઘટના બાદ યુવતી પોતાના સાથી કર્મચારી ભાવેશ સાથે એક્ટિવામાં સેક્ટર-7 પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવા માટે પહોંચી હતી. જોકે, પોલીસ સ્ટેશનમાં જ યુવતીને ખુબ જ ચક્કર આવતા પોલીસે 108 બોલાવીને બંનેને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સારવાર બાદ યુવતીએ નરોડાના દિલીપ સિસોદીયા અને એક અજાણ્યા શખ્સ મળી બે લોકો સામે મારામારી, લૂંટ અને એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથધરી છે. એટ્રોસીટીની ફરિયાદને પગલે કેસની વધુ તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી બી. ડી. ચૌધરીને સોંપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...