તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 વાઇબ્રન્ટ સમિટમાં 1481 પ્રોજેક્ટના એમઓયુ બાદ માત્ર 138 અમલી થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મોટાં મૂડીરોકાણ આવે અને તેનાથી સ્થાનિક રોજગારીનું પણ સર્જન થાય તેના માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વિધાનસભા પ્રશ્નોત્તરીમાં છેલ્લી બે વાઇબ્રન્ટ સમિટની ફલશ્રૃતિ સંબંધમાં માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લી બે સમિટ દરમિયાન 1481 પ્રોજેક્ટ માટે સમજુતી કરાર કરવામાં આવ્યાં પછી 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ ગાંધીનગર જિલ્લામાં કુલ મળીને 138 પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ આવ્યાં છે.

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં મુખ્યમંત્રે વધુમાં જણાવ્યું છે કે વાઇબ્રન્ટ સમિટ 2017માં ગાંધીનગર જિલ્લામાં 786 પ્રોજેક્ટના મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ, મતલબ કે ઇરાદા જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમાં રૂપિયા 7,052 કરોડનું મૂડી રોકાણ દશ4વવામાં આવ્યું હતું. પરંતુ આ પૈકીના 59 પ્રોજેક્ટ હાલમાં અમલીકરણ હેઠળ આવ્યાં છે. જ્યારે વર્ષ 2019માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં 695 પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવ્યાં હતાં. તેમાં 1,823 કરોડના મૂડી રોકાણ દર્શાવવામાં આવ્યાં હતાં. આ પૈકીના 79 પ્રોજેક્ટ જ 31મી ડિસેમ્બર 2019ની સ્થિતિએ અમલીકરણ હેઠળ આવ્યાં છે. એમઓયુ થયેલા પ્રોજેક્ટ્સમાં 8,875 કરોડનું મૂડી રોકાણ દર્શાવાયું હતું. જ્યારે વાઇબ્રન્ટ સમિટ 2017માં ગાંધીનગર જિલ્લામાં 786 પ્રોજેક્ટના મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ, મતલબ કે ઇરાદા જાહેર કરવામાં આવ્યાં હતાં.

એફએસઆઇ વધારવા 2 વર્ષમાં એક પણ દરખાસ્ત નહીં

ગાંધીનગર શહેરમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ કાયદા 1976ની કલમ 29(1) હેઠળ વિવિધ નગર રચના યોજનામાં એફએસઆઇમાં વધારો માગીને વધુ માળ બાંધવા માટે છેલ્લા બે વર્ષમાં કેટલી દરખાસ્ત મળી તેવા કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પૂછેલા પ્રશ્નનાં જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે એકપણ દરખાસ્ત મળી નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો