તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમા ચૂંટણી બાદ દબાણો હટાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની સાથે આચાર સંહિતા લાગુ પડવાના કારણે તારીખ 11મી માર્ચથી દબાણ હટાવવાનું બંધ કરી દેવાયું છે. સરકારી જોગવાઇ અનુસાર ચૂંટણીના સમયગાળા દરમ્યાન મતદાર વિસ્થાપિત ન થાય અને રાજકીય પ્રભાવ ન પડે તેના માટે કોઇપણ પ્રકારના દબાણો હટાવી શકાતા નથી. દબાણ કરવાની પ્રકૃત્તિવાળા સંખ્યાબંધ લોકો દ્વારા આ છટકબારીનો લાભ લઇને ઘર આંગણા પર કે, વ્યાપારી હેતુ માટે નવેસરથી દબાણો કરી દેવાયા છે. આ ઉપરાંત ઠેકઠેકાણે મોટી સંખ્યામાં ઝુંપડા પણ બની જાય છે. જો કે, તંત્ર દ્વારા ચૂંટણી પૂરી થવાની સાથે જ આ દબાણો પર બુલડોઝર અને જેસીબી મશીન ફેરવી દેવા માટે તખ્તો તૈયાર કરી દેવાશે.

ચૂંટણી દરમ્યાન મતદારો વિસ્થાપિત ન થાય તેવા હેતુથી દબાણ હટાવ ઝુંબેશ પર રોક લગાડાય છે. તેમાં ઝુંપડા બાંધીને રહેતાં ગરીબ મતદાર આસરો ગુમાવે અને અન્યત્ર સ્થળાંતર કરવુ પડે તો મતદાનના અધિકારથી વંચિત રહી શકે છે. તેવું ન થાય તે માટે ચૂંટણી દરમ્યાન આ પ્રકારના ગરીબોના રહેણાંકના દબાણો એટલે કે, ઝુંપડા દૂર નહીં કરવા ચૂંટણી પંચ દ્વારા આદેશ અપાય છે. આવી ઝુંબેશો બંધ રાખવા માટે રાજ્યકીય પક્ષો દ્વારા પણ સહમતી આપે છે. ચૂંટણી પંચના આ કાયદાનો વ્યાપક ગેરલાભ ઉઠાવવામાં આવે છે.

દબાણ શાખા દ્વારા ભૂતકાળમાં રહેવાસીઓએ કરેલા દબાણો હટાવાયા હતાં. ઘણી કવાયત કરીને ઓટલા, ચોકડી, પાણીની ટાંકીઓ, તાર ફેન્સીંગ, બગીચા સહિતના દબાણો તોડી પાડ્યા હતાં. હાલમાં મોટાભાગના સેકટરોમાં વસાહતીઓએ આ પ્રકારના દૂર કરાયેલા દબાણ ફરી ઉભા કરી દેવાયા છે. સૂત્રોએ જણાવ્યું કે, નગરમાં કે, ગામડાઓમાં આ પ્રવૃત્તિ ચલાવાશે નહીં.

ગૌચરની જમીન પર 290 ગેરકાયદે બાંધકામ

ગાંધીનગર જિલ્લામાં ગૌચરની જમીન પણ દબાણ મુક્ત રહી નથી. જિલ્લામાં ગૌચરની જમીન પર 290 જેટલા ગેરકાયદે બાંધકામ નોંધવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...