તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવોલમાં અકસ્માત થતા રહી ગયા બાદ મારામારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરને અડીને આવેલા વાવોલ ગામમાં વાહન અથડાતા-અથડાતા રહી જતા તકરાર થઈ હતી. નજીવી બાબતે થયેલા ઝઘડામાં ચપ્પા અને દંડા ઉછળ્યા હતા. આ મામલે સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં સામ-સામી ફરિયાદ નોંધાઈ છે. જોકે એક ફરિયાદમાં બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત રહી ગયાનો, જ્યારે બીજીમાં કાર અને રિક્ષાનો ઉલ્લેખ છે. આમ, એક જ ઘટનામાં અલગ-અલગ વાહનનો ઉલ્લેખ થતાં આશ્ચર્ય ફેલાયું છે.

વાવોલના સિદ્ધાર્થ સ્ટેટસમાં રહેતા મનીષભાઈ રમેશચંદ્ર ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે સાડા અગિયારના સુમારે તેઓ સેન્ટ્રો ગાડી નં જીજે-૧૮ એ એમ ૪૪૩૨ લઈને મજૂર શ્રવણ મારવાડી સાથે જતા હતા. દરમિયાન કિર્તીધામ સોસાયટીની બાજુમાં એક રિક્ષા ચાલક અચાનક વળ્યો હતો. જેથી તેમણે ગાડીને બ્રેક મારીને ઊભી રાખી હતી. તે વખતે રિક્ષા ચાલકે ગાળા-ગાળી કરી હતી. દરમિયાન અન્ય લોકો

અનુસંધાન પાના નં. 3...

વાવોલમાં અકસ્માત...

ભેગા થઈ ગયા હતા. રિક્ષાવાળાની સાથે ૧૨-૧૫ માણસોએ દંડા વડે તેમના પર હુમલો કર્યો હતો. જેમાંથી એક શખ્સ ચપ્પુ લઈને મારવા આવ્યો હતો. લોકોથી બચવા મનીષભાઈ ગાડીમાં બેસી ગયા તો લોકોએ કાચ તોડી નાખ્યા હતા. મારામારીમાં દોઢ તોલાની સોનાની ચેઈન તોડી લેવાઈ હતી. ઝઘડાની જાણ થતાં બહેન અને માતાએ વચ્ચે પડી સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટોળાએ તેમને પણ માર્યા હતા. તો બીજી તરફ વાવોલના દરબારવાસમાં રહેતા જીગરસિંહ રજુજી ગોલ નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવારે બપોરે તેઓ પોતાની રિક્ષા જીજે-૧૮ એ વાય ૧૭૨૦ લઈને જતા હતા ત્યારે કિર્તીધામ પાસે બાઈકચાલક સ્લીપ ખાઈને રિક્ષા સામે પડ્યો હતો. બાઈક જોઈને ચલાવવાનું કહેતા બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પા વડે હુમલો કરી દીધો હતો. જેમાં જીગરસિંહને ટચલી આંગળી પર ઈજા થઈ હતી. દરમિયાન રાજેશભાઈ ચંદુભાઈ ઠાકોર તથા બીજા માણસો આવી ગયા હતા. બાઈક ચલાવનાર ગામના જમાઈ મનીષભાઈ રમેશચંદ્ર ત્રિવેદી હોવાનું જાણવા મળ્યુ હતું. બાદમાં ૧૦૮ મારફતે મનીષભાઈ અને જિગરસિંહને ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. આ બનાવમાં પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઝઘડા માટે બાઈક અને રિક્ષા એકદમ નજીક આવી ગયાં તેનું કારણ જવાબદાર હતું કે પછી કાર અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં રહી ગઈ હતી તે તપાસના વિષય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો