તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજાગરા અને નશામાં આરોપીએ 8 વાહનોને અડફેટે લીધા હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે મોડી સાંજે કોબા સર્કલથી તપોવન સર્કલ સુધી ત્રણ કિલોમીટરના અંતરમાં આઠ વાહનોને અડફેટે લઈને મહિલા પીએસઆઈ સહિત 15થી વધુ લોકોને ઘાયલ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માતમાં આરોપી પોતે પણ ઘાયલ થયા તે સારવાર હેઠળ હતો ત્યારે બુધવારે રાત્રે તેને હોસ્પિટલમાંથી રજા અપાતા અડાલજ પોલીસે તેની ધરપકડ કરી છે. પોર ગામમાં રહેતો આરોપી જગદીશ નવઘણભાઈ ઓડ (30 વર્ષ) ડમ્પર ચલાવવાનું કામ કરે છે. ત્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે સમયે આરોપીને બે દિવસનો ઉજાગરો હતો. સાથે તેને કોઈને પાસેથી પૈસા લેવાના હતા ને વાયદા પ્રમાણે ન મળતા તે ગુસ્સે પણ ભરાયેલો હતો.

આરોપી

ઘાયલ મહિલા PSIને પણ રજા અપાઈ
અકસ્માતમાં મોપેડ પર જતા ગાંધીનગર એલસીબીના મહિલા પીએસઆઈ વી.બી. વર્મા પણ ઘાયલ થયા હતા. તેમને માથામાં ગંભીર ઈજાઓ થતા એપોલો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમની હાલતમાં સુધારો આવતા તેમને રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...