અકસ્માતમાં ઘાયલ પુરુષનું સારવાર દરમિયાન મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ભાટ પાસે 12 દિવસ પહેલાં અકસ્માતમાં ઘાયલ અજાણ્યા પુરૂષનું સારવાર દરમિયાન મોત થયું છે. ભાટ મધર ડેરીની સામે ઈન્દીરાબ્રિજથી એપોલો સર્કલ નજીક એપોલો સર્કલ નજીક 2 ડિસેમ્બરે અજાણ્યા વાહનનની ટક્કરે એક પુરૂષ ઘાયલ થયો હતો. અંદાજે 45 વર્ષીય પુરૂષને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બેભાન થયેલા પુરૂષ અંગે ઓળખપુરાવા ન મળતા દોડી આવેલા લોકોએ ઘાયલને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડ્યો હતો. 13 ડિસેમ્બરે ઘાયલ પુરૂષનું સારવાર દરમિયાન મોત થયું હતું.