તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અશક્ત, દિવ્યાંગ, વૃદ્ધોના ઘરે જઈ આધાર કાર્ડની નોંધણી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધ વ્યક્તિઓ કે જે આધાર નોંધણી કરાવવા કેન્દ્ર પર જઇ શક્તા ન હોઇ તેવા વ્યક્તિઓ માટે ઘરે આવી આધાર નોંધણી કામગીરી કરી આપવાની સુવિધા કરી આપવામાં આવશે, તેવું યુ.આઇ.ડી.ના નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજાએ જણાવ્યું છે.

નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજાએ જણાવ્યું છે કે, આધાર કાર્ડ આવશ્યક પુરાવો છે અને વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવવા માટે આધાર કઢાવવું જરૂરી છે. અશક્ત, દિવ્યાંગ અને વૃદ્ધ વ્યક્તિઓ કે આધાર નોંધણી કરાવવા માટે આધાર કેન્દ્ર પર જઇ શકે તેવા નથી તેમને ઘર બેઠા આધાર કાર્ડ કાઢવવા માટે જન સંપર્ક અધિકારી, કલેકટર કચેરી, ગાંધીનગરનો હેલ્પલાઇન નંબર ૦૭૯ ૨૩૨ ૩૬૬૬૩ પર સંપર્ક કરવાનો રહેશે. આ નંબર પર સંપર્ક સવારના ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક તથા બપોરના ૩.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી કરી શકાશે.

હાલમાં ગાંધીનગર જિલ્લામાં આધાર કાર્ડની નોંધણી ગાંધીનગર જિલ્લા કલેકટરની કચેરી, ચોથો માળ, સેકટર-૧૧, ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા, બીજો માળ, સેકટર-૧૧, ગાંધીનગર દેના ગ્રામીણ બેંક, સેકટર-૭ શાખા, ગાંધીનગર, પોસ્ટ ઓફિસ, સેકટર-૧૧, ગાંધીનગર તેમજ નગરપાલિકા ભવન, માણસા તથા દહેગામ અને કલોલ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી રહી છે. આ તમામ કેન્દ્રો પર નોધણીની કામગીરી જાહેર રજા સિવાયના દિવસોમાં જ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...