પેથાપુરની સીમમાં બે બાઈક અથડાતા એક યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેથાપુર ગામની સીમમાં ગુરૂવારે બે બાઈક સામસામે અથડાતા એક યુવકનું મોત થયું છે જ્યારે એક યુવક ઘાયલ થયો છે. પેથાપુરમાં ફતેપુરા ખાતે રહેતો યુવક સંજયજી લાલાજી ઠાકોર પોતાના નાના ભાઈ કરણજી સાથે ગુરૂવારે રાત્રે પોતાના કામથી બહાર નીકળ્યો હતો. રાત્રે 9 વાગ્યાના સુમારે પેથાપુરથી ફતેપુરા તરફ જતા સામેથી આવતા એક બાઈક સાથે તેઓનું બાઈક ધડાકાભેર અથડાયું હતું. જેમાં બાઈક ચલાવી રહેલાં સંજયજીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે સામે અથડાયેલા GJ-18-CB-8337ના ચાલકને પણ શરીરે ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ બંને ઘાયલોને 108 મારફતે ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટર્સે સંજયજીને મૃત જાહેર કર્યો હતો. જ્યારે સામેના બાઈક ચાલક પણ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયો હતો. અકસ્માતમાં બચી ગયેલા અને મૃતક સંજયજી પાછળ બેઠેલા તેમના ભાઈ કરણની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...