તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામથી ચાઇનીઝ દોરીવાળી 160 ફિરકી સાથે વેપારી પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરતા દહેગામના વેપારીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચે વેપારીની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રૂપિયા 48000 કિંમતની કુલ 160 નંગ ફિરકી ઝપ્ત લઇને વેપારીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગેરકાયદે વેચાતી ચાઇનીઝ દોરીનો 48, 000નો જથ્થો જપ્ત
ઉત્તરાયણ પર્વને માંડ એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વેપારીઓ દ્વારા પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ખાનગી રાહે વેચાણ કરી રહ્યા છે. જીવલેણ ચાઇનીઝ દોરીના વેચાણ તેમજ ઉપયોગ ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં કેટલાંક વેપારીઓ પોતાના આર્થિક લાભ માટે ખાનગી રાહે ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ અને દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરવા જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ આદેશ કર્યો છે. જે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી તે દરમિયાન હેકકોન્સ્ટેબલ અમરતભાઇ રણછોડભાઇને બાતમી મળી હતી.

બાતમીના આધારે પીએસઆઇ એચ.કે.સોલંકી સહિતની ટીમે દહેગામના સરદારનગર માર્કેટમાં કેતનકુમાર ઉર્ફે બિન્ટુ બાલુભાઇ પટેલની દુકાન નંબર-6માં ચેકિંગ કરતા ચાઇનીઝ દોરીની કુલ-160 નંગ ફિરકી મળી આવી હતી. દુકાનમાંથી રૂપિયા 48,000 કિંમતની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવતા દુકાન માલિક કેતનકુમાર પટેલની ધરપકડ કરી હતી. દુકાન માલિકની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવા છતાં આવી દોરી ખાનગીમાં વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...