તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી વેરાની વસૂલાત માટે કવાયત વર્ષે ચાર કરોડની આવકનો લક્ષ્યાંક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | પાટનગર યોજના વિભાગની પાણી શાખા દ્વારા શહેરમાંથી 4 કરોડના પાણીવેરાની વસૂલાત માટેની કવાયત શરૂ કરી દેવાઈ છે. આવતા અઠવાડિયા સુધીમાં બીલોનું વિતરણ કરી દેવાશે. જેનું ભરણું 31મી માર્ચ સુધી સ્વીકારાશે. વર્ષ દરમ્યાન પાણીવેરાના દરમાં વધારો થયો નથી તેથી વેરો જુના દરે જ લેવાશે. વિભાગ દ્વારા 30 હજાર બિલ તૈયાર કરી દેવાયા છે.

આ કામગીરીમાં 2017-18ના વેરાની એડવાન્સ વસૂલાત કરવામાં આવશે
પાટનગર યોજના વિભાગની પાણી શાખા દ્વારા શહેરના 1થી 30 સેકટરોમાં રહેણાંક અને વાણિજ્ય વસાહતોમાં અપાયેલા પાણીના જોડાણ સંદર્ભે વર્ષે 4 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક રખાયો છે. ગત વર્ષોની જેમ આ વર્ષ પણ 2017-18ના વેરાની એડવાન્સ વસુલાત કરાશે. તેની કવાયત શરૂ કરી દેવાઈ છે. ખાનગી વસાહતોમાં બીલ વિતરણ કરવા માટે ખાનગી એજન્સીઓને કામે લગાડી દેવામાં આવશે. વસાહતીઓ પાસેથી બીલની રકમ આગામી 31મી માર્ચ સુધી સ્વીકારવાનો નિર્ણય પાટનગર યોજના વિભાગ દ્વારા લેવાયો છે.

ઇજનેરી સૂત્રોએ જણાવ્યું કે પાણીવેરો એડવાન્સમાં વસૂલવાનો મુખ્ય હેતુ એ છે કે, પાટનગર યોજના વિભાગની પાણી શાખાની ઉધારીમાં ઘટાડો કરી શકાય. શહેરમાં નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારથી પાટનગર યોજના વિભાગને જીડબલ્યુઆઇએલ પાસેથી પાણી ખરીદીવું પડે છે. જેથી પાટનગર યોજના વિભાગનો નાણાંકીય બોજ વધી ગયો છે. હાલમાં પાણીનો વાર્ષિક ખર્ચ 22 રોડની આસપાસ થાય છે. તેની સામે પાણી વેરા પેટે થતી આવક ઓછી હોવાથી આ વખતે મોટો લક્ષ્યાંક રખાયો છે.

આવક અને ખર્ચના આંકડાનો કોઇ જ તાલમેલ નહીં હોવા છતાં પાણીવેરામાં વધારો કરાશે તેવી શક્યતાને નકારી કાઢવામાં આવી છે અને જુના પાણીવેરા પ્રમાણે જ વેરો વસૂલવામાં આવશે. શહેરની જનતા હજુ એક વર્ષ સુધી વધુ પાણીવેરાના બોજથી બચી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો