તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયસણ પેટ્રોલપંપ પાસે કારચાલકે ચાર રાહદારીને ઉડાવ્યા, 1નું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નરોડા નૂતન સ્કૂલની બાજુમાં અંજના પાર્ક સોસાયટીમાં બી/12 ખાતે રહેતાં કુસુમબહેન ચાવડાએ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ પિતા રજુસિંહ બિહોલા, માતા સજનબેન તથા અન્ય એક સગા ભગવતીબેન વાઘેલા સાથે ગાંધીનગરના લિંબોદ્રા પગપાળા જતા હતા. માતાજીના દર્શન માટે સાંજે સાતેક વાગ્યે નીકળેલા ચારેય લોકો રાત્રીના અગિયાર વાગ્યે રાયસણ પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા. તેઓ રોડ ક્રોસ કરતાં હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે ચારેય જણાને અડફેટે લેતા સજનબહેન, ભગવતીબહેન તથા રજુસિંહને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે ફરિયાદીને બેઠો માર વાગ્યો હતો. અકસ્માતમાં ઘાયલ ચારેયને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. રજુસિંહને ત્યાંથી અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો