તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની પતિ-સાસરિયાં સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં પિતા સાથે રહેતી ફિઝિયોથેરાપિસ્ટ પરિણીતાએ વડોદરામાં રહેતાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. ગિફ્ટ સિટી રોડ પર આવેલા શ્રીરંગનગરમાં રહેતાં અંબિકે અત્રેય પંડ્યા (ઉ.વ.૨૫)એ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ૨૧-૧૦-૨૦૧૭ના રોજ અંબિકેના લગ્ન વડોદરા ખાતે રહેતા અત્રેય સુભાષભાઈ પંડ્યા સાથે થયા હતા. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતા અંબિકે વડોદરાની કે. કે. હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતા હતા. ચાર-પાંચ મહિના બાદ પતિ અત્રેય અવાર-નવાર પૈસાની માગણી કરતા હતા. પૈસા ન આપે તો ઘરના કામ બાબતે અને બીજા બહાના કરી માનસકિ ત્રાસ આપતા હતા. સાસુ રંજનબેન, સસરા સુભાષભાઈ પણ પતિનું ઉપરાણું લઈને જેમ ફાવે તેમ બોલતા હતા.

યુવતીના આક્ષેપ મુજબ ‘પૈસાવાળાની છોકરી સાથે લગ્ન કર્યા હોત તો પૈસાવાળો થઈ ગયો હોત’ તેમ કહીને સાસુ, સસરા અને દિયર નિમીષભાઈ પણ ટોણા મારતા હતા. ૨૭-૦૩-૨૦૧૯ના રોજ પતિએ ધમકી આપી હતી કે, મારા ઘરે રહેવું હોય તો પૈસા ચૂકવવા પડશે. પૈસા આપવાની ના પડતા ઘરેથી નીકળી જવાનું કહ્યું હતું. આ અંગે અંબિકેબેને પિતા કમલેશભાઈને વાત કરી હતી, જેથી તેઓ ૨૮મી માર્ચે બરોડા આવ્યા હતા અને પોતાની સાથે ગાંધીનગરના ઘરે લઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...