તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar News 9359 Home Inspected 166 People Were Coughing Explained To Wear Masks While Sneezing 102 Camps Were Organized In 1 Day To Raise Awareness In Villages 063034

9359 ઘર તપાસાયાં, 166 લોકોને ખાંસી, છીંક વખતે માસ્ક પહેરવા સમજાવાયા, ગામોમાં જાગૃતિ લાવવા 1 દિવસમાં 102 શિબિર કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીનો ત્રીજો તબક્કો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા પ્રમાણે શરૂ થઇ ચૂક્યો છે. ત્યારે રાજ્ય અને સ્થાનિક તંત્ર વધુ એલર્ટ મોડ પર આવી ગયું છે. ત્યારે કોરોના માટે ઉભા કરાયેલા આઇસોલેશન વોર્ડમાં કોરોના શંકાસ્પદના 4 દર્દી રહ્યાં છે. નવા કોઇ દર્દી ગુરૂવારે સામે આવ્યાં નથી. પરંતુ સ્વાઇન ફ્લૂના બે પોઝિટીવ દર્દી સારવારમાં લેવાયા છે જ્યારે અન્ય બે દર્દી સ્વાઇન ફ્લૂ માટે શંકાસ્પદ ગણવામાં આવ્યાં છે. કોરોના અને સ્વાઇન ફ્લૂની જુગલબંદી આરોગ્ય તંત્ર માટે પડકાર બનવાની શક્યતા જોવાઇ રહી છે. ત્યારે પરદેશથી આવેલા હોમ ક્વોરન્ટીન કરવામાં આવેલા 86 લોકોના સંપર્કમાં આવેલા 361 વ્યક્તિનું મેડિકલ ચેકઅપ પણ કરી લેવાયું છે અને તેમાના કોઇ વ્યક્તિમાં રોગના લક્ષણ જોવા મળ્યાં નથી.

કોરોના : હાઉ નહીં, સાવચેતી રાખો


અન્ય સમાચારો પણ છે...