તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદિવાડામાં મહિલાના ઘરેથી દારૂની 75 બોટલ મળી આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણ આવતા જ શહેર-જિલ્લામાં પંતગરસિયાઓ આગલી રાત સુધી તૈયારીઓ કરશે. ત્યારે કેટલાક લોકો આવા સમયે પતંગ સાથે દારૂ પીને પોતે પણ ‘ચગવાની’ તૈયારીઓ કરી રહ્યાં છે. ત્યારે આવા મદીરાપાનના શોખીનો માટે બૂટલેગરોએ હેરાફેરી વધારી દીધી છે. જિલ્લામાં ત્રણ દિવસમાં જ છ સ્થળેથી 6 લાખથી વધુનો દારૂ પકડાયો છે. જેમાં 1 હજાર જેટલી દારૂની બોટલો અને 1200થી વધુ બિયરના ટીન ઝડપાયા છે.

જિલ્લા પોલીસે ત્રણ દિસવમાં ગિયોડ પાસેથી બિયરના 480 ટીન, બાપુપુરા ખાતેથી દારૂની 456 બોટલો, બીયરના 288 ટીન, જાસપુર પાસેથી 120 બોટલ, માણસા ખાતેથી 180 બોટલ, બિયરના 480 ટીન, ચિલોડામાંથી દારૂની 84 બોટલ ઝડપી પાડી છે. ત્યારે ગાંધીનગરને અડીને આવેલા આદિવાડા ખાતેથી મહિલાના ઘરેથી પણ દારૂની 75 બોટલ ઝડપાઈ છે. સે-21 પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આદીવાડા ગામે દંતાણી વાસમાં રહેતી સવિતાબહેન મુકેશભાઈ દંતાણી (35 વર્ષ) દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં તે ઘરે મળી આવી હતી. જેને સાથે રાખીને ઘરની તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 75 બોટલો મળી આવી હતી.

દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછતા મહિલાએ ગામના લાલભાઈ વણકર (રહે-પ્રજાપતિવાસ) તથા લાલાભાઈ દંતાણી (દંતાણીવાસ) આપી ગયા હોવાનું કહ્યું હતું. દારૂ ઉત્તરાયણ પર ઘરે રાખીને છુટક ગ્રાહકોને આપવાની હતી જોકે, તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. સેક્ટર-21 પોલીસે 28 હજારનો દારૂનો જથ્થો જપ્ત કરીને ઝડપાયેલી મહિલા અને દારૂ આપનારા બંને મળી કુલ ત્રણ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો