તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીંટોળા ગામે પરિવાર પર 7 શખ્સોનો હુમલો, 4 સભ્ય ઈજાગ્રસ્ત થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે વહેલી પરોઢે પાંચ વાગ્યે ફરિયાદીના માતા દુકાન ખોલતા હતા ત્યારે ગામના પ્રકાશ અશોકજી ઠાકોર, અશોક ગોબરજી ઠાકોર, શંકર ગોબરજી ઠાકોર, ભરત ગોબરજી ઠાકોર, કિરણ અશોકજી ઠાકોર, વિજય બાબુજી ઠાકોર તથા રમેશ ગોબરજી ઠાકોર લાકડીઓ લઈને આવ્યા હતા. બૂમાબૂમ થતા ફરિયાદી ઘરની બહાર આવતા પ્રકાશે તેમને માથામાં લાકડી મારી હતી.

આ દરમિયાન તેમની માતા, પુત્ર અને ભત્રીજો, માસી વચ્ચે પડતા તેઓને તેમને પણ માર માર્યો હતો. ઘટનાને પગલે ફરિયાદીના પુત્ર 108 બોલાવતા ઘાયલોને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જ્યા ફરિયાદી તથા ભત્રીજાને નાની-મોટી ઈજા તથા માતા અને માસીને ફ્રેક્ચર થયાનું સામે આવ્યું હતું.

મારામારીના પગલે પેથાપુર પોલીસે સાતેય શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ટીંટોડા ગામે એક પરિવાર પર ગામના 7 શખ્સોએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.

ભાલુજીના વાસમાં રહેતાં બળદેવજી લાલજી ઠાકોર (48 વર્ષ)પીકઅપ ડાલુ ચલાવી તથા કિરાણા સ્ટોર ચલાવી ગુજરાન ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...