તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેંડામાં ગોળી આપી સગી બહેનના ઘરેથી 6.32 લાખના દાગીના ચોર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોબા પાંડવવાડી મહાવીર હિલ્સમાં થયેલી 6.32 લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરી ફરિયાદી મહિલાની જ સગી બહેને કરી હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર એલસીબીએ આરોપી મહિલાને રોકડા 5.50 લાખ સાથે ઝડપી પાડી છે. જેણે સગી બહેનને પેંડામાં ઘેનની ગોળી આપી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે.

ગાંધીનગર એલસીબી પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ રાજવીરસિંહ તથા વિજયસિંહને સંયુક્ત રીતે બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ કલોલ સ્ટેશન રોડ પરથી મહિલાને રોકડા 5.50 લાખ સાથે ઝડપી લીધી હતી. સોનલબેન શૈલેષભાઈ પ્રજાપતિને (રહે-જુનાચોરા, ગંજીવાસ, કલોલ) રોકડા રૂપિયા અંગે પૂછતાં તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી એલસીબીએ મહિલાની પૂછપરછ કરતાં સોનલે પોતાની જ સગી બહેનના ઘરે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. દોઢ માસ અગાઉ આરોપી મહિલા કોબા પાંડવવાડી મહાવીર હિલ્સ ખાતે રહેતી બહેન શીલ્પાબેન પ્રજાપતિના ઘરે ગઈ હતી. ત્યારે તેણે પોતાની બહેનને પેંડામાં ઘેનની ગોળી ખવડાવી ઘરમાંથી સોનાના 6.32 લાખના દાગીનાની ચોરી કરી હતી. આરોપી મહિલાએ દાગીના વેચી મારી બે લાખ પોતાના મકાન માલિકને સાચવવા આપ્યા હતા, જ્યારે બાકીના પૈસા તે પોતાની રીતે સાચવીને મુકવાની હતી. જેથી પોલીસે આરોપી મહિલા પાસેથી રોકડા 5.50 લાખ ઉપરાંત, મકાન માલિક પાસેથી 2 લાખ અને સોની પાસેથી 4,17,965 લાખના દાગીના મળી કુલ 11,67,965ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દાગીના જોઈ લાલચમાં બહેનના ઘરે ખાતર પાડ્યું!

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી મહિલાને કોઈ દેવું કે કોઈ મોટી આર્થિક જરૂરિયાત હોવાનું સામે આવ્યું નથી. ત્યારે પ્રાથમિક રીતે આરોપી મહિલાએ લાલચમાં જ બહેનના ઘરે ખાતર પાડ્યું હોવાનું કહેવાય છે. ત્યારે પોલીસે ચોરીનું કારણ અને મહિલાએ અગાઉ આવી કોઈ ચોરી કરી છે કે નહીં તે જાણવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથધરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો