તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર જિલ્લામાંથી 5 વર્ષમાં 564 બાળકો અને 1321 મહિલાઓ લાપતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં 564 બાળકો અને 1321 મહિલાઓ ગુમ-લાપતા થવાની ઘટના બની છે. આ વિગતો વિધાનસભા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાએ પુછેલા સવાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા જવાબમાંથી બહાર આવી છે. આ આંકળા 1 ઓગસ્ટ 2013થી 31 જુલાઈ 2018ના છે. ગુમ થયેલા 564 બાળકોમાંથી 491 મલી આવ્યા છે જ્યારે 73 બાળકોનો હજુ કોઈ પત્તો નથી. તો બીજી તરફ ગુમ થયેલી 1321 મહિલાઓમાં 1022 મળી આવી છે તો 299 મહિલાનો હજુ કોઈ પત્તો નથી.

ચાર તાલુકાના પાંચ વર્ષના આંકડા
તા.1-8-13 થી 31-7-14 સુધી

ગાંધીનગર: બાળકો-59, મહિલા-85

દહેગામ: બાળકો-25, મહિલા-20

માણસા: બાળકો-19, મહિલા-20

કલોલ: બાળકો-28, મહિલા-59

તા.1-8-14 થી 31-7-15 સુધી

ગાંધીનગર: બાળકો-43, મહિલા-99

દહેગામ: બાળકો-10, મહિલા-35

માણસા: બાળકો-12, મહિલા-36

કલોલ: બાળકો-25, મહિલા-65

તા. 1-8-15 થી 31-7-16 સુધી

ગાંધીનગર: બાળકો-58, મહિલા-132

દહેગામ: બાળકો-24, મહિલા-28

માણસા: બાળકો-19, મહિલા-59

કલોલ: બાળકો-27, મહિલા-69

તા. 1-8-16 થી 31-7-17 સુધી

ગાંધીનગર: બાળકો-49, મહિલા-124

દહેગામ: બાળકો-23, મહિલા-55

માણસા: બાળકો-15, મહિલા-40

કલોલ: બાળકો-29, મહિલા-100

તા. 1-8-15 થી 31-7-16 સુધી

ગાંધીનગર: બાળકો-39, મહિલા-140

દહેગામ: બાળકો-20, મહિલા-41

માણસા: બાળકો-19, મહિલા-34

કલોલ: બાળકો-21, મહિલા-80

બે વર્ષથી વધુ સમયથી લાપતા

3 બાળકો 6 માસથી, 15 એક વર્ષથી અને 22 બાળકો બે વર્ષથી લાપતા. જ્યારે 35 મહિલાઓ 6 માસથી, 69 મહિલાઓ 1 વર્ષથી અને 79 મહિલાઓ 2 વર્ષથી વધુ સમયથી લાપતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો