તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 54846 વિદ્યાર્થીઓ ધોરણ-10 ,12ની પરીક્ષા આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનો તારીખ 7મી, માર્ચથી પ્રારંભ થનાર છે. જિલ્લામાંથી ધોરણ-10 અને 12ના 54846 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના હોવાથી તેની તૈયારીઓ આરંભી દીધી છે.

બેઠક વ્યવસ્થા માટે 49 કેન્દ્રોમાં 1935 બ્લોક ઉભા કરાશે
પરીક્ષાર્થીઓની બેઠકવ્યવસ્થા માટે 49 કેન્દ્રોના 166 શૈક્ષણિક બિલ્ડીંગોમાં 1935 બ્લોકનો ઉપયોગ કરવામાં આવનાર છે. બોર્ડ પરીક્ષાને પગલે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટિકીટો શાળાઓમાં મોકલી દેવાઇ છે. શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકીટ આપવાની કામગીરી કરાઇ રહી છે. બોર્ડ પરીક્ષાને પગલે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલીઓ પડે નહી તેની પણ તકેદારી રાખવામાં આવે તેનું પણ સંપુર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

ધો.10ના દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા
પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા
ધોરણ/ પ્રવાહ વિદ્યાર્થી સંખ્યા પરીક્ષા કેન્દ્રો શાળાના બિલ્ડીંગ

ધોરણ-10 33012 29 90

ધોરણ-12

સામાન્ય પ્રવાહ 15251 16 46

ધોરણ-12

વિજ્ઞાનપ્રવાહ 65834 30 321

કુલ 54846 49 166

ધો.10ના બે ઝોનના પરીક્ષા કેન્દ્રોના નામ
પૂર્વ ઝોન પશ્ચિમ ઝોન

નાંદોલ શેરથા

દહેગામ કલોલ

રખિયાલ સ્ટે. માણસા

બહિયલ અડાલજ

ગાંધીનગર આજોલ

છાલા સોજા

પૂર્વ ઝોન પશ્ચિમ ઝોન

ઝીંડવા સરઢવ

ડભોડા ચાંદખેડા

ક્નીપુર લોદરા

કડજોદરા મુબારકપુર

મગોડી મોટેરા

વલાદ ખરણા

લવારપુર દેલવાડા

---- મોટી આદરજ

ધોરણ-10ની બોર્ડ પરીક્ષા આપતા 229 દિવ્યાંગ વિદ્યાર્થીઓમાં 173 વિદ્યાર્થીઓ અને 56 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો