તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાલસખા યોજનામાં 5,299 નવજાતની સારવાર કરાઇ, 17 બાળકનાં મોત થયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકાર દ્વારા બાલ સખા યોજના અંતર્ગત બે વર્ષ દરમિયાન 5,299 નવજાત બાળકોની સારવાર કરવામાં આવી હતી અને તેમાં 1.83 કરોડ જેવો ખર્ચ 16 ખાનગી હોસ્પિટલોને સારવાર આપવા સંબંધે ચૂકવણા કરવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન 17 નવજાત બાળકના મોત થયાં હતાં. તેમ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી જે ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં વિશેષમાં જણાવ્યું છે કે વર્ષ 2018માં યોજના અંતર્ગત 2752 બાળકોની અને વર્ષ 2019માં 2547 નવજાતને સારવાર અપાઇ હતી. બીજી બાજુ ખાનગી હોસ્પિટલને વર્ષ 2018માં 1.06 કરોડથી વધુ રકમ અને વર્ષ 2019માં 1.83 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી હતી.

નવજાત બાળકોના મૃત્યુ અટકાવી શકાય તે માટે જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના ચલાવવામાં આવે છે. પોષણયુક્ત આહાર અને સંસ્થાકીય સુવાવડ થાય તેના માટે સરકારી સંસ્થામાં સુવાવડ કરવા પ્રેરિત કરવામાં આવે છે.બાળકનો જન્મ અધુરા માસે થયો હોય અથવા ગંભીર બિમારી સાથે જન્મ થયો હોય તેવા બાળકો માટે બાલ સખા યોજનાનો લાભ લેવા જાગૃત્તિ ફેલાવવામાં આવે છે. જ્યારે બાળકને સીક ન્યૂ બોર્ન કેર યુનિટમાંથી રજા આપવામાં
આવે છે.

હદયના 159, કિડનીના 74 અને કેન્સરના 7 બાળ દર્દીને સારવાર અપાઇ

ગાંધીનગર જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી દરમિયાન વર્ષ 2018માં 3.12 લાખ બાળકોના આરોગ્યની તપાસ કરાઇ તેમાં હ્યદયરોગના 80, કિડની રોગના 27 અને કેન્સરના 4 બાળ દર્દી મળી આવ્યા હતાં. જ્યારે વર્ષ 2019માં 3.11 લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસ કરાઇ તેમાં હ્દયરોગના 79, કીડની રોગના 477 અને કેન્સરના 3 બાળ દર્દી મળી આવ્યાનું નાયબ મુખ્યમંત્રીએ દસક્રોઇના ધારાસભ્ય બાબુભાઇ પટેલના પ્રશ્નનાં જવાબમાં જણાવવા સાથે કહ્યું છે કે આમદાવાદ ખાતે સરકારી હોસ્પિટલમાં આ તમામ દર્દીની નિ:શુલ્ક સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

4 ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવ્યો

ગાંધીનગરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સંબંધી ઉપરોક્ત પ્રશ્ન 6 ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યો હતો. તેમાં બાબુભાઇ પટેલ ઉપરાંત ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, ખંભાતના ધારાસભ્ય મહેશ રાવલનો સમાવેશ થાય છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો