તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેથાપુરમાં વેપારીના 50 હજાર લઈ કાર ભગાવી મૂકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પેથાપુર ખાતે વેપારીના 50 હજાર રૂપિયા લઈને બે મહિલા, બે પુરૂષ છૂ થઈ ગયા છે. ગાડીમાં બેઠેલા ચારેય લોકોએ વેપારીને વાતોમાં ભોળવીને વિશ્વાસમાં લીધા હતા. જે બાદ એક શખ્સે અરબ દેશમાંથી આવ્યો હોવાનું કહીં ઈન્ડિયન કરન્સી જોવા માગી હતી. જેથી વેપારીએ 50 હજારનું બંડલ આપતા તેઓએ ગાડી ભગાવી મૂકી હતી.

બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે તેઓ કપડાની થેલીમાં 2.37 લાખ રૂપિયા લઈને બેંક ઓફ ઈન્ડિયાની પેથાપુર શાખામાં ભરવા માટે જતા હતા. આ સમયે એક કારમાં બેઠેલા શખ્સે વેપારીને બોલાવ્યા હતા. તેણે વેપારીને જમવાનું ક્યા મળશે તેવું પૂછીને હિન્દી-અંગ્રેજીમાં વાતો શરૂ કરી હતી. વાતચીત દરમિયાન આ શખ્સે ‘હું અરબ દેશનો છુ’ કહીં ફોરેન કરન્સી બતાવી હતી. જે બાદ આ શખ્સે વેપારીને ‘ઈન્ડિયન કરન્સી કેવી હોય બતાવો’ કહ્યું હતું. હાલ સમગ્ર મુદ્દે વેપારીની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે ચોરી અને ઠગાઈનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. કારમાં આવેલા બે ગઠિયા સાથે પાછળની શીટ પર બે મહિલાઓ બુરખો પહેરીને બેઠી હતી.

જેથી સામેવાળાને ગઠીયાઓની વાતો ખોટી ન લાગે કે કોઈ શંકા ન જાય. ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા શખ્સ ઘઉવર્ણનો 40 વર્ષના આશરાનો હતો જ્યારે બાજુમાં બેઠેલો 20 વર્ષના આશરાનો યુવક ગોરા રંગનો વિદેશી જેવો જ લાગતો હતો. વેપારીને જમવાનું ક્યા મળશે તેવું પૂછીને હિન્દી-અંગ્રેજીમાં વાતો શરૂ કરી હતી. ત્યારે આ બધું જોઈને વેપારી વાતોમાં આવી ગયા હતા.

અરબ દેશનો છું કહી બંડલ જોવા લીધું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો