તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકાનના પૈસા લઈને નીકળેલા દંપતી પાસેથી 4.50 લાખની ચીલઝડપ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | હિમતનગર-ચિલોડા હાઈવે પર છાલા ગામ પાસે શુક્રવાર રાત્રે 4.50 લાખન ચીલ ઝડપની ઘટના બની છે. વાવોલનું દંપતી એક્ટિવા પર હિમતનગરથી ગાંધીનગર જતું હતુ ત્યારે ત્યારે બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ એક્ટિવા પર પર્સ ખેંચીને ફરાર થઈ ગયા હતા. આ કેસમાં ફરિયાદીના ઘર પાસે એક મકાન વેચવાનું હતું જે મકાન તેમના મામાના દિકરાએ ખરીદ્યુ હતું અને તેના પૈસા એક વર્ષમાં પૂર્ણ કરવાના હતા પણ આ રીતે પૈસાની ચીલઝડપ થતા ચકચાર મચી છે.

મામાનાં દિકરાએ ખરીદેલા મકાનનાં પૈસા લઈને આવતા હતા ત્યારની ઘટના
ગાંધીનગરને અડીને આવેલા વાવોલમાં કિર્તીધામ સોસાયટીમાં રહેતાં આશાબહેન વાઘેલાના પતિ રમેશકુમાર અમદાવાદ કમિશનરની ઓફિસમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે સાંજે ચાર વાગ્યે તેઓ એક્ટિવા લઈને હિમતનગર મહિલાના મામાના દિકરાના ઘરે ગયા હતા. રાત્રે 9 વાગ્યે તેઓ 4.50 લાખ રૂપિયા લઈને ગાંધીનગર આવવા નીકળ્યા હતા. મરૂન કલરની બેગમાં પૈસા મૂકીને આશાબહેને પર્સ હાથમાં રાખ્યું હતું. વચ્ચે બે સ્થળે ઉભા રહીને તેઓ 10 વાગ્યાના સુમારે ચંદ્રાલા વટીને સાઝ હોટલ સામે છાલા ગામ તરફ જતા હતા ત્યારે એક્ટિવાની બાજુમાં એક બાઈક આવ્યું હતું.

બાઈક પર બે શખ્સો હતા જેમાં પાછળ બેઠેલા શખ્સે આશાબહેને ખભા પર ભરાવેલું પર્સ ખેંચી લીધું હતું. બાઈક પર આવેલા બંને શખ્સો મોટા ચિલોડા તરફ ભાગી ગયા હતા, દંપતિએ એક્ટિવા પર તેમનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ફૂલ સ્પીડ અંધારામાં ગૂમ થઈ ગયા હતા.

લૂંટારૂઓ 25થી 30 વર્ષના હતા: બંને મોટા ચિલોડા તરફ ભાગી ગયા
બાઈક પર આવેલા બંને શખ્સો 25થી 30 વર્ષના યુવકો હતો જેમાં એક શખ્સે બ્લેક કલરનું તો બીજાએ બદામી કલરનું જેકેટ પહેર્યું હતું. દંપતીએ 100 નંબર પર ફોન કરીને ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસ સ્ટાફે આખી રાત આસપાસના તમામ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી.

ભાઈ પાસેથી લીધેલા પૈસા પડોશીને આપવાના હતા
ફરિયાદીના ઘર પાસે એક મકાન વેચવાનું હતું, જે મકાન તેમના મામાના દિકરાએ ખરીદ્યુ હતું જેના પૈસા એક વર્ષમાં પૂર્ણ કરવાના હતા. ત્યારે શુક્રવારે હિમતનગર પિતરાઈ ભાઈના ઘરેથી પૈસા લઈને નીકળેલા મહિલાએ પૈસા પડોશમાં મકાન વેચનારા માલિકને આપવાના હતા.

બાતમી કે શંકાના આધારે ચીલઝડપની શક્યતા
પોલીસની પ્રાથમિક તપાસમાં પર્સમાં પૈસા લઈને નીકળ્યા હોવાની માહિતી અંગત કે જાણકાર લોકોને જ હોય ત્યારે કોઈ જાણકારે બાતમી આપી હોવાની શંકા સેવાઈ રહી છે. તો બીજી તરફ દંપતી રસ્તામાં બે સ્થળે ઉભુ રહ્યું હતું ત્યારે આ સમયે કોઈની નજરમાં પર્સ આવ્યું હોય અને અંદર કિંમતી સામાન કે પૈસાની શંકા જતા ચીલઝડપ કરી હોવાની શક્યતા હાલ તો જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો