તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનીપુર નજીકથી ગાડીમાંથી દારૂની 35 બોટલ પકડાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદેશી દારૂની હેરાફેરી રોકવા સક્રિય બનેલી પોલીસને ભરીને જીજે-18-બીએલ-1027 નંબરની ઇકો ગાડી સોનીપુરથી સરઢવ રોડ ઉપરથી પસાર થવાની છે, તેવી બાતમીમળી હતી. જેના પગલે પેથાપુર પોલીસેના માણસો માર્ગ ઉપર વોચમાં ગોઠવાઇ ગયા હતાં.તે દરમિયાન બાતમીવાળી ગાડી પસાર થઇ હતી. પરંતુ પોલીસને જોઇને કારને ઝાડ સાથે અથડાવી દઇ ચાલક ભાગી ગયો હતો. રૂપિયા 13335 કિંમતની 35 વિદેશી દારૂના બોટલો અને રૂપિયા 3 લાખ કિંમતની ગાડી સહિત કુલ રૂપિયા 313335ની મત્તા જપ્ત લઇને ભાગી ગયેલા કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પેથાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વિદેશી દારૂની હેરાફેરી રોકવા માં પોલીસ સક્રિય બની હતી.

અન્ય સમાચારો પણ છે...