તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉવારસદમાં જુગાર રમતાં 3 યુવક ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉવારસદ ગામમાં આંટાવાસમાં પાંચ ડેરીવાળા ચોક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાઈ ગયા હતા.

અડાલજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રતનલાલને જુગાર અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરતાં આંટાવાસમાં રહેતાં વિક્રમ પ્રહલાદજી ઠાકોર (28 વર્ષ), વિજય ઉદાજી ઠાકોર (24 વર્ષ) તથા અંકિત બોઘાજી ઠાકોર (22 વર્ષ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે 3 યુવકની અંગ ઝડતીમાં 900 તથા દાવ પરના 400 મળી કુલ 1300 રૂપિયા જપ્ત કરીને તેઓની સામે જુગારધારે હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ બનતા ગામમા ભારે ચકચાર સહ દોડધામ મચી જવા પામી હતી. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો