પાનસર ગામમાં જુગાર રમતા 3 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ તાલુકાના પાનસર ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.

કલોલ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈને બાતમી મળી હતી કે, પાનસર ગામે ખમલાયમાતાના મંદિર સામે આંગણવાડી કેન્દ્રની પાછળ ખુલ્લામાં જુગાર રમાય છે. જેના આધારે પોલીસે રેડ કરતાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાનસરના જ ત્રણ શખ્સ રંગેહાથ ઝડપાયા હતા. જેમાં બળદેવભાઈ જોઈતારામ રાવળ , શૈલેષભાઈ ઈશ્વરભાઈ પટેલ ( મઠવાસ) તથા સુરેશભાઈ કાંતિભાઈ મિસ્ત્રી (મોરારજી નગર)નો સમાવેશ થાય છે. જેઓ પાસેથી પોલીસે 1040 રોકડા જપ્ત કરી તમામ વિરૂદ્દ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...