તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 પરિવારના ઘરમાં તસ્કરોનો હાથફેરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના વીઆઈપી ગણાતા વિસ્તાર એવા સે-8 ખાતે હોળીના તહેવારમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. અહીં ઘ-1 ટાઈપમાં બ્લોક નંબર-709/6, 709/3, તથા 708/5માં ચોરીની ઘટના બની છે. ત્રણેય પરિવારો હોળી-ધૂળેટી નિમિતે બહાર ગયા હતા ત્યારે મોકળું મેદાન જોઈને તસ્કરોએ એક જ રાતમાં ત્રણ ઘરોના તાળા તોડ્યા હતા. બે ઘરોમાંથી થયેલી કુલ 1.15 લાખની મત્તાની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ છે. જ્યારે એક ઘરમાંથી કેટલી મત્તાની ચોરી થઈ તે અંગે ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નથી.

વીઆઈપી ગણાતા સેક્ટર-8માં ઘણા આઈએએસ-આઈપીએસ અને નિવૃત્ત અધિકારીઓના બંગલો આવેલા છે. ત્યારે આ વિસ્તારમાં એક સાથે ત્રણ ઘરોમાં થયેલી ચોરી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. હાલ તો ચોરીની આ ઘટના અંગે સે-7 પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બીરજુ હરેશભાઈ જાની સે-8 બ્લોક નં-709/6 ખાતે રહે છે. તેઓ 7 માર્ચના રોજ પત્ની સાથે વતન પાલનપુર ગયા હતા. ધૂળેટીના દિવસે તેમના જ બ્લોકમાં 709/3 નંબરમાં રહેતાં પ્રવિણભાઈ ભંડારીનો ફોન આવ્યો હતો. જેમણે પોતાના ઘરે અને બીરજુભાઈના ઘરે ચોરી થયાની જાણ કરી હતી. ફોનના પગલે વતનથી દોડી આવેલા બીરજુભાઈ ઘરે પહોંચી ચેક કર્યું તો સોનાનું મંગળસુત્ર અને એક કાંડા ઘડિયાળ મળી 66 હજારની મત્તા ગુમ હતી. સે-8 બ્લોક નં-708/5 ખાતે રહેતાં નેવીલકુમાર વિરસંગભાઈ ચૌધરી સે-17 નાયબ વન સંરક્ષકની કચેરીમાં મદદનીશ વન સંરક્ષક તરીકે ફરજ બજાવે છે. 7 માર્ચે સાંજે તેઓ પરિવાર સાથે વતન મહેસાણા ગયા હતા. ધૂળેટીના દિવસે સાંજે પોણા સાત વાગ્યે ઘર પરત ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો